Inside Gujarat

Inside Gujarat A Unique Showcase Of Gujarati Culture, News, Events, Tradition and many more.

03/03/2026

ડાકોરના ઠાકોર // Live Darshan

03/03/2026

ડાકોર મંદિરમાં ભક્તોના ભાડી ભીડ // LIVE દર્શન

15/01/2026

પાવીજેતપુરના ઘૂંટણવડમાં નદીની લીઝના ખાડામાં ડૂબી જવાથી ૧૩ વર્ષની બાળકીનું કરુણ મોત.

25/12/2025

અમદાવાદમાં CTM બ્રિજ પરથી યુવક પડતું મૂકવાનો પ્રયાસ કર્યો, NSUIના કાર્યકર્તાઓએ તેને પકડી જીવ બચાવ્યો

અમદાવાદમાં આત્મહત્યાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. સામાન્ય બાબતે લોકો પોતાનો જીવ ગુમાવવા માટે તૈયાર થઈ જતા હોય છે. ત્યારે ગઈકાલે(24 નવેમ્બરે) રાત્રે CTM બ્રિજ પરથી યુવક પડતું મૂકવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બ્રિજ પર ચડીને કૂદવાનો પ્રયાસ કરતો હોવાથી લોકોનું ટોળું પણ નીચે ભેગું થઈ ગયું હતું.યુવક બ્રિજ પરથી પડતું મુકી જીવ ગુમાવે તે પહેલા જ NSUIના કાર્યકર્તાઓએ તેને પકડી જીવ બચાવ્યો હતો. યુવકે છલાંગ લગાવે તે પહેલા તેને પકડી લેવામાં આવ્યો હતો.

ત્યારબાદ યુવકને સમજાવીને તેને નીચે ઉતારવામાં આવ્યો હતો. NSUIના કાર્યકર્તાઓએ પોલીસને જાણ કરી યુવકને રામોલ પોલીસને સોંપવામાં આવ્યો છેસામાન્ય બાબતમાં લોકો પોતાનો મહામૂલ્યો જીવ ગુમાવવા માટે તૈયાર થતા હોય છે. NSUIના કાર્યકર્તાઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને યુવકને બ્રિજની રેલીંગ પર ઉભેલો જોઈ ગયા હતા. યુવક બ્રિજની રેલીંગ પર ઊભો હોવાથી નીચે લોકોની ટોળું પણ એકઠું થઈ ગયું હતું. અંદાજે 10 મિનિટ સુધી નીચે ઊભેલા લોકોએ યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવક કોઈની વાત સાંભળવા માટે પણ તૈયાર નહતો.જેથી NSUI ના કેટલાક કાર્યકર્તાઓ યુવકની નજર ન પડે તે રીતે CTM બ્રિજ પર પહોંચી ગયા હતા. જેમાંથી એક કાર્યકર્તાએ યુવક બ્રિજ પરથી છલાંગ લગાવે તે પહેલા જ તેનો શર્ટ પકડી લીધો હતો. તેમાં છતાં યુવક પોતાનો શર્ટ કાઢીને બ્રિજ પરથી કૂદવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જે બાદ યુવક NSUI ના અન્ય કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો બ્રિજ પર દોડી આવતા હતા. તેમજ તેનો હાથ પકડી તેને સમજાવીને બ્રિજની રેલીંગ પરથી સુરક્ષિત રીતે નીચે ઉતર્યો હતો.

બાદમાં યુવકને પૂછતા તે છોટાઉદેપુર જિલ્લાનો અને પારિવારિક સમસ્યાના કારણે જીવ ગુમાવવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. જે બાદ યુવકને રામોલ પોલીસને સોંપવામાં આવ્યો હતો. અત્યારે બાદ યુવકને પૂછતા તે છોટાઉદેપુર જિલ્લાનો અને પારિવારિક સમસ્યાના કારણે જીવ ગુમાવવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. જે બાદ યુવકને રામોલ પોલીસને સોંપવામાં આવ્યો હતો.

09/12/2025

જસદણ અને આટકોટ હાઇવે વચ્ચે કાર અને મગફળી ભરેલા ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી કાર ટ્રેક્ટર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, આ દરમિયાન જસદણથી જૂનાગઢ પગપાળા જઈ રહેલા જૈન સાધ્વીઓને પણ અડફેટે આવી ગયા હતા. જેમાંથી એક જૈન સાધ્વી શ્રુતિનિધિજીનું નિધન થયું છે. આ સિવાય અન્ય ત્રણથી ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે, કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને મુસાફરો અંદર ફસાઈ ગયા હતા. લોકોને બહાર કાઢવા માટે કટરનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ સિવાય મગફળી ભરેલું ટ્રેક્ટર પણ પલટી ગયું હતું.

09/12/2025

બાળકી પર દુષ્કર્મની હિચકારી ઘટના સામે આવી છે. પોલીસે રામસિંગ તેનસિંગ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. નરાધમ આરોપી બાળકીને મોઢે ડૂચો દઈને પાણીની ટાંકીની પાછળ લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

09/12/2025

મહેસાણા: વિસનગર શહેરમાં હાઇવે નજીક આવેલ એક કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

ભાજપના મંત્રીનો સગો ભાઇ લાખો રૂપિયાના ગાંજા સાથે ઝડપાતા ચકચાર, પોલીસ પણ કાર્યવાહી મામલે અવઢવમાં
08/12/2025

ભાજપના મંત્રીનો સગો ભાઇ લાખો રૂપિયાના ગાંજા સાથે ઝડપાતા ચકચાર, પોલીસ પણ કાર્યવાહી મામલે અવઢવમાં

મધ્યપ્રદેશના સતના જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેનાથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. રાજ્ય સરકાર...

08/12/2025

રાજકોટ: બુટલેગરના બાઈકમાંથી દારૂની પોટલીઓ નીકળી, બાઇક સ્લીપ થતા દેશી દારૂની પોટલીઓ ઢોળાઇ. તૂટી ગયેલી દારૂની પોટલીઓ બુટલેગર સ્થળ પર છોડી ગયો, અન્ય પોટલીઓ થેલામાં ભરી જાગૃત નાગરિકે સમગ્ર ઘટનાનો બનાવ્યો વિડિયો. શહેરમાં દારૂબંધીની કડક અમલવારી વચ્ચે વાયરલ વિડીયોએ સર્જ્યા અનેક સવાલો. વાયરલ થયેલો વિડિયો રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસેનો હોવાનું સામે આવ્યું.

08/12/2025

મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં રવિવારે એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માત થયો, જ્યાં એક ઇનોવા કાર 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના 6 શ્રદ્ધાળુઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ તમામ લોકો પિંપળગાંવ બસવંતના રહેવાસી હતા અને તેઓ એકબીજાના સગા-સંબંધી હતા. માતાજીના દર્શન કરીને પરત ફરી રહેલા આ શ્રદ્ધાળુઓના મોતથી તેમના પરિવારમાં શોક છવાઈ ગયો છે.

08/12/2025

છત્તીસગઢ: કુખ્યાત નક્સલી કમાન્ડર અને કેન્દ્રીય સમિતિ સભ્ય (CCM) રામધર મજ્ઝીએ સોમવારે (8 ડિસેમ્બર) પોતાના ગ્રુપ સાથે પોલીસ સામે આત્મસમર્પણ કરી લીધું છે. આ નક્સલીને હિડમાની સમકક્ષ માનવામાં આવે છે. તેના પર ₹1 કરોડનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. મજ્ઝીએ છત્તીસગઢ બકર કટ્ટા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે.

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Inside Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category