Sarswat News Digital

Sarswat News Digital Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sarswat News Digital, Gandhidham.

આદિપુરમાં હરિદ્વાર યાત્રાના નામે કૌભાંડ આચરનારા બે આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાયાઆદિપુરમાં 'ચાલો હરિદ્વાર ફ્રી સેવા યાત્રા...
23/05/2026

આદિપુરમાં હરિદ્વાર યાત્રાના નામે કૌભાંડ આચરનારા બે આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાયા

આદિપુરમાં 'ચાલો હરિદ્વાર ફ્રી સેવા યાત્રા'ના નામે શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી આચરવાના મામલામાં આદિપુર પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને દબોચી લીધા છે. પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચના હેઠળ કાર્યવાહી કરીને પોલીસે પાટણના સિદ્ધપુરના વતની કેતન મહેશભાઈ પરમાર અને નરેશ અંબાલાલ શ્રીમાળીને ઝડપી પાડ્યા છે. પોલીસ ટીમે આરોપીઓ પાસેથી છેતરપિંડીની રોકડ રકમ ₹૨,૬૪,૬૭૦ અને ૫ નંગ પાવતી બુક જપ્ત કરી છે. ભક્તિના નામે સિનિયર સિટીઝનોને નિશાન બનાવતી આ ટોળકીના અન્ય સાગરીતોને પકડવા પોલીસે તપાસ તેજ કરી છે.

આદિપુરમાં ‘ચાલો હરિદ્વાર ફ્રી સેવા યાત્રા’ના નામે શ્રદ્ધાળુઓ સાથે લાખોની છેતરપિંડીકચ્છના આદિપુર વિસ્તારમાં 'ચાલો હરિદ્વા...
23/05/2026

આદિપુરમાં ‘ચાલો હરિદ્વાર ફ્રી સેવા યાત્રા’ના નામે શ્રદ્ધાળુઓ સાથે લાખોની છેતરપિંડી

કચ્છના આદિપુર વિસ્તારમાં 'ચાલો હરિદ્વાર ફ્રી સેવા યાત્રા'ના નામે ૨૦૦થી વધુ વરિષ્ઠ નાગરિકો અને શ્રદ્ધાળુઓ સાથે અંદાજે ₹૧૦ લાખથી વધુ રકમની છેતરપિંડી થઈ છે. આ અંગે આદિપુર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી કાંતિભાઈ ચૌહાણના જણાવ્યા અનુસાર, વર્તમાનપત્રમાં આપેલી જાહેરાત જોઈને લોકોએ વ્યક્તિદીઠ ₹૫,૦૦૦ ભરીને બુકિંગ કરાવ્યું હતું. જોકે, પ્રસ્થાનના દિવસે જ આયોજકો પોતાની ઓફિસ બંધ કરી અને મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરીને ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે મહેસાણાના મુખ્ય સૂત્રધાર નરેન્દ્રસિંહ દિલીપજી વિહોલ (રાજપૂત), કેતન પરમાર અને અન્ય એક અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુનાહિત ષડયંત્ર અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અંજારમાં ₹2.50 લાખના ગાંજા સાથે મહોમદ ઉર્ફે 'પોપટ' ઝડપાયો, તેનો ભાઈ રિયાઝ કકલ ફરારપૂર્વ કચ્છમાં નશાની બદીને જડમૂળથી ઉખાડ...
23/05/2026

અંજારમાં ₹2.50 લાખના ગાંજા સાથે મહોમદ ઉર્ફે 'પોપટ' ઝડપાયો, તેનો ભાઈ રિયાઝ કકલ ફરાર

પૂર્વ કચ્છમાં નશાની બદીને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે શરૂ કરાયેલા "NO DRUGS IN EAST-KUTCH CAMPAIGN" અંતર્ગત અંજાર પોલીસને એક મોટી સફળતા મળી છે. અંજાર ટાઉનના શેખટીંબા વિસ્તારમાં આવેલા ગરાસીયા ફળિયામાં બે સગા ભાઈઓ પોતાના જ રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી છૂટકમાં વેચાણ કરતા હોવાની સચોટ બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પીઆઈ એચ.એ. જાડેજા અને પીએસઆઈ એસ.જી. વાળાની ટીમે મકાન પર દરોડો પાડ્યો હતો.

પોલીસ રેડ દરમિયાન ઘટનાસ્થળેથી મહોમદ ઉર્ફે પોપટ અબ્દુલ કકલ (ઉ.વ. ૨૧) નામનો શખ્સ ૫ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે રંગેહાથ પકડાઈ ગયો હતો, જેની બજાર કિંમત ₹2,50,000 અંકાય છે. પકડાયેલા આરોપી 'પોપટ'ની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે આ માદક પદાર્થનો જથ્થો તેનો ભાઈ રિયાઝ અબ્દુલ કકલ વેચાણ કરવા માટે લાવ્યો હતો અને તેઓ બંને મળીને ગ્રાહકોને છૂટકમાં માલ વેચતા હતા.

પોલીસે ઘટનાસ્થળેથી ₹2.50 લાખની કિંમતનો ગાંજો, પેકિંગ માટેની 64 પ્લાસ્ટિકની ઝિપ થેલીઓ, તોલવા માટેના ત્રણ થાળ-થાળી અને આરોપીનું પાનકાર્ડ કબ્જે કર્યું છે. હાજર મળી આવેલા આરોપી મહોમદ ઉર્ફે પોપટ વિરુદ્ધ એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી જેલહવેલી ભેગો કરાયો છે, જ્યારે ફરાર થઈ ગયેલા તેના ભાઈ રિયાઝ કકલને પકડવા માટે પીએસઆઈ સી.એસ. ગઢવીએ ચક્રો ગતિમાન કર્યા છે.

ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી સંપન્ન: માત્ર 46.01 ટકા જ મતદાન નોંધાયુંગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ ...
26/04/2026

ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી સંપન્ન: માત્ર 46.01 ટકા જ મતદાન નોંધાયું

ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ આજે યોજાયેલી પ્રથમ ઐતિહાસિક ચૂંટણીમાં મતદારોમાં ધાર્યા મુજબનો ઉત્સાહ જોવા મળ્યો નથી. સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી, પરંતુ સાંજ સુધીમાં માત્ર 46.01 ટકા જ મતદાન નોંધાયું છે. જેનો અર્થ એ થયો કે ગાંધીધામના અડધાથી વધુ મતદારોએ આ મહત્ત્વપૂર્ણ ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કર્યો નથી.

ચૂંટણી પંચ દ્વારા શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ કરવાની તમામ તૈયારીઓ કરવામાં આવી હતી અને સવારના સમયે મતદાન મથકો પર લાઈનો જોવા મળી હતી, પરંતુ બપોર બાદ ગરમી અથવા અન્ય કારણોસર મતદાનની ગતિ ધીમી પડી હતી. પ્રથમવાર કોર્પોરેશન તરીકેની ચૂંટણી હોવા છતાં આટલું ઓછું મતદાન રાજકીય વિશ્લેષકો માટે આશ્ચર્યજનક બન્યું છે. હવે 28 એપ્રિલે થનારી મતગણતરી બાદ જ સ્પષ્ટ થશે કે ઓછા મતદાનનો ફાયદો કયા પક્ષને મળે છે અને ગાંધીધામના પ્રથમ મેયર તરીકે કોણ ઇતિહાસ રચે છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે મતગણતરીગુજરાતમાં લાંબા સમયથી જેની...
01/04/2026

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે મતગણતરી

ગુજરાતમાં લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તેવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીની સત્તાવાર જાહેરાત મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલી કૃષ્ણા દ્વારા કરી દેવામાં આવી છે. આ વખતે પ્રથમવાર ઓબીસી (OBC) અનામત સાથે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતોનો સમાવેશ થાય છે. રાજ્યના અંદાજે 4 કરોડ 18 લાખ 91 હજાર મતદારો આ લોકશાહીના પર્વમાં ભાગ લેશે.

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ 2026 નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ 26 એપ્રિલ 2026ના રોજ મતદાન યોજાશે અને તેના માત્ર બે દિવસ બાદ એટલે કે 28 એપ્રિલ 2026ના રોજ મતગણતરી હાથ ધરી પરિણામો જાહેર કરવામાં આવશે. આ જાહેરાત સાથે જ સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને કચ્છના રાજકીય વર્તુળોમાં ગરમાવો આવી ગયો છે અને આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે.

ભુજોડીની સીમમાં જુગાર રમતા માધાપરના 8 શખ્સો ઝડપાયા: LCBએ ₹2.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોભુજ શહેર અને આસપાસના વિસ્તારોમા...
27/03/2026

ભુજોડીની સીમમાં જુગાર રમતા માધાપરના 8 શખ્સો ઝડપાયા: LCBએ ₹2.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભુજ શહેર અને આસપાસના વિસ્તારોમાં જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા અને આઈજી ચિરાગ કોરડીયાની સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ મોટી કાર્યવાહી કરી છે. LCBના પી.એસ.આઈ. એમ.એચ. શીણોલની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ભુજોડી ગામની સીમમાં પંચાયતના બોર પાસે બાવળના ઝાડ નીચે કેટલાક શખ્સો ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે તુરંત જ રેડ પાડી 8 શખ્સોને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓના નામ:
✓ ધનજી ભુરાભાઇ આહીર (રહે. પિંક સિટી, માધાપર)
✓ વિનોદભાઇ કુંવરજી ગોરસીયા (રહે. પટેલવાડી પાસે, માધાપર)
✓ અનિલ જયંતીલાલ આડેસરા (રહે. નવાવાસ, માધાપર)
✓ દિનેશ કરશન વેકરીયા (રહે. સાતજોટા બજાર, માધાપર)
✓ શાંતિલાલ રામજી ઠક્કર (રહે. જુનાવાસ, માધાપર)
✓ જીતેન્દ્ર નારાયણભાઈ સાધુ (રહે. ઐશ્વર્યાનગર, માધાપર)
✓ ચંદ્રેશપુરી જેન્તીપુરી ગોસ્વામી (રહે. વિશ્રામનગર, માધાપર)
✓ જયેન્દ્ર સુરેશભાઇ સોની (રહે. કોટકનગર, માધાપર)

કબ્જે કરેલો મુદ્દામાલ:
પોલીસે સ્થળ પરથી રોકડા ₹43,600, 8 મોબાઈલ ફોન (કિં. ₹40,000) અને 8 મોટર સાઈકલ (કિં. ₹1,60,000) મળી કુલ ₹2,43,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. માધાપર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં LCB સ્ટાફના રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા અને અન્ય કર્મીઓ જોડાયા હતા.

આડેસર ચેકપોસ્ટ પર ચોખાની આડમાં આવતો ₹78.96 લાખનો દારૂ ઝડપાયો: કચ્છના ચાર લિસ્ટેડ બુટલેગરો વિરુદ્ધ ગુનોરાપરના આડેસર નજીક ...
17/03/2026

આડેસર ચેકપોસ્ટ પર ચોખાની આડમાં આવતો ₹78.96 લાખનો દારૂ ઝડપાયો: કચ્છના ચાર લિસ્ટેડ બુટલેગરો વિરુદ્ધ ગુનો
રાપરના આડેસર નજીક આવેલી પોલીસ ચેકપોસ્ટ પરથી એક મોટી કાર્યવાહીમાં પોલીસે ચોખાની બોરીઓ નીચે છુપાવીને લાવવામાં આવતા વિદેશી દારૂના મસમોટા જથ્થાનો પર્દાફાશ કર્યો છે. પી.આઈ. વી.એ. સેંગમ અને તેમની ટીમે સાંતલપુર બાજુથી આવતી ટ્રકને રોકી તપાસ કરતા, તેમાંથી રોયલ સ્ટેગ અને સુપર જુબીલી બ્રાન્ડની કુલ 12,912 નંગ બોટલો અને ક્વાર્ટરિયા મળી આવ્યા હતા. આ માલની કુલ કિંમત ₹78,96,000 અંકાય છે. પોલીસે સ્થળ પરથી હરિયાણાના બે શખ્સો નુરદીન ડુમ અને શ્રી ભગવાન ઉદયસિંઘની ધરપકડ કરી છે.

તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો હરિયાણાથી મુંદરા પહોંચાડવાનો હતો. આ નેટવર્કમાં કચ્છના જાણીતા બુટલેગરો અનોપસિંહ રાઠોડ (કેરા), નવઘણ રાજગોર (ભુજ), દેવો કાપડી (આદિપુર) અને ગોપાલસિંહ વાઘેલા (ભુજ) ના નામો ખુલ્યા છે. પકડાયેલા શખ્સોએ કબૂલાત કરી હતી કે તેઓ અગાઉ પણ એક ખેપ મારી ચૂક્યા છે અને આ વખતે ₹40,000 ના ભાડામાં માલ પહોંચાડવાનો હતો. પોલીસે તમામ મુખ્ય સૂત્રધારો અને ટ્રક માલિક સહિતના શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ સફળતાએ સાબિત કર્યું છે કે પોલીસમાં થયેલા આંતરિક ફેરબદલ બાદ ચેકપોસ્ટ પર કડક નજર રાખવામાં આવી રહી છે.

ગાંધીધામમાં યુરિયાની આડમાં છુપાયેલો વિદેશી દારૂ ઝડપાયો: LCBએ ₹10.46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોપૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્ર...
14/03/2026

ગાંધીધામમાં યુરિયાની આડમાં છુપાયેલો વિદેશી દારૂ ઝડપાયો: LCBએ ₹10.46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ગાંધીધામના મહેશ્વરીનગર વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ વિરુદ્ધ એક મોટી અને સફળ કાર્યવાહી કરી છે. કિશોર નારણભાઈ મહેશ્વરી અને પચાણ નારણભાઈ મહેશ્વરી નામના શખ્સોએ રાજસ્થાનના બાડમેરથી એક મહિન્દ્રા પીકઅપ ડાલામાં યુરિયા પ્રવાહીની ડોલ પાછળ વિદેશી દારૂનો જથ્થો છુપાવીને મંગાવ્યો હોવાની સચોટ બાતમી પોલીસને મળી હતી.
પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી રેડ પાડતા, પીકઅપ ડાલામાંથી વિદેશી દારૂના ૧,૫૪૦ ક્વાટરિયા મળી આવ્યા હતા, જેની કિંમત ₹4.62 લાખ અંકાય છે. દારૂના જથ્થા ઉપરાંત પોલીસે ઘટનાસ્થળેથી બોલેરો ગાડી અને ₹2 લાખની રોકડ રકમ પણ કબ્જે કરી છે. આમ, દારૂ, વાહન અને રોકડ મળીને કુલ ₹10,46,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, પોલીસની ત્રાટક સમયે આરોપીઓ હાજર મળી આવ્યા ન હતા. પોલીસે કિશોર મહેશ્વરી, પચાણ મહેશ્વરી અને બાડમેરના સપ્લાયર ગણેશકુમાર ઠાકરારામ વિરુદ્ધ ગુનો નોંધી તેઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

મુન્દ્રામાં ₹6.56 કરોડના વિદેશી શરાબ પર બુલડોઝર ફેરવી દેવાયું: 1.20 લાખથી વધુ બોટલ અને બીયરનો નાશમુન્દ્રા સિટી અને મરીન ...
08/03/2026

મુન્દ્રામાં ₹6.56 કરોડના વિદેશી શરાબ પર બુલડોઝર ફેરવી દેવાયું: 1.20 લાખથી વધુ બોટલ અને બીયરનો નાશ

મુન્દ્રા સિટી અને મરીન પોલીસ દ્વારા વિવિધ આઠ ગુનાઓમાં ઝડપી પાડવામાં આવેલા કુલ ₹6,56,33,190ની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો આજે સત્તાવાર રીતે નાશ કરવામાં આવ્યો હતો. રેલવે ફાટક નજીકના વિસ્તારમાં પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા, એએસપી ગૌતમ વિવેકાનંદ અને સ્થાનિક પોલીસ અધિકારીઓની હાજરીમાં 52,078 શરાબની બોટલો અને 68,674 બીયરના ટીન પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા સમગ્ર પંથક દારૂની વાસથી ગંધાઈ ઉઠ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યભરમાં કરવામાં આવેલી કડક કાર્યવાહી બાદ અત્યારે દારૂની બજારમાં ભાવ આસમાને પહોંચ્યા છે અને પ્યાસીઓ ₹800ની બોટલ માટે ₹1500 સુધી ખર્ચ કરી રહ્યા છે, તેવા સમયે આટલી મોટી કિંમતના માલનો કચ્ચરઘાણ નીકળી જતાં બુટલેગરોના લાખોના વહીવટ પર પાણી ફરી વળ્યું છે.

જોકે, આટલા મોટા જથ્થાના નાશ સાથે જ તંત્ર સામે ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા છે કે જો રાજ્યમાં કડક દારૂબંધી છે, તો આટલો લાખોની સંખ્યામાં બોટલો અને ટીન મુન્દ્રામાં ઘુસી કઈ રીતે આવ્યા અને તેના મુખ્ય સપ્લાયર્સ હજુ પણ કેમ જેલની બહાર છે. માત્ર મુદ્દામાલ પકડીને તેનો નાશ કરી દેવાથી દારૂબંધી સફળ થઈ જશે કે પછી તંત્ર મૂળ સુધી પહોંચીને આ કાળા કારોબારને કાયમી ધોરણે નાબૂદ કરશે તે જોવાનું રહ્યું.

ભુજમાં ભાડાના ફ્લેટમાં દારૂનું વેચાણ કરતી મહિલા બુટલેગરના ઠેકાણે LCBનો દરોડો: ₹5.07 લાખનો શરાબ જપ્તભુજના જ્યુબિલી સર્કલ ...
08/03/2026

ભુજમાં ભાડાના ફ્લેટમાં દારૂનું વેચાણ કરતી મહિલા બુટલેગરના ઠેકાણે LCBનો દરોડો: ₹5.07 લાખનો શરાબ જપ્ત

ભુજના જ્યુબિલી સર્કલ પાસે આવેલા આઈયા એપાર્ટમેન્ટમાં ભાડાનો ફ્લેટ રાખી દારૂનું ગેરકાયદે વેચાણ કરતી મહિલા બુટલેગર નેહાબેન અક્ષયભાઈ લાખાણીના ઠેકાણે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ દરોડો પાડ્યો છે. પીએસઆઈ એમ.એચ. શીણોલ અને તેમની ટીમે બાતમીના આધારે કરેલી આ કાર્યવાહીમાં ફ્લેટમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી ૧૮૬ બોટલો મળી આવી છે, જેની કુલ કિંમત ₹5,07,590 થાય છે.

દરોડા દરમિયાન આરોપી મહિલા હાજર મળી આવી ન હતી, પરંતુ પોલીસે મુદ્દામાલ જપ્ત કરી એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે. નોંધનીય છે કે, આરોપી નેહાબેન લાખાણી સામે અગાઉ પણ દારૂ વેચવાના બે ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસ હવે આ 'લેડી બુટલેગર'ને ઝડપી પાડવા માટે સઘન તપાસ કરી રહી છે. રહેણાંક વિસ્તારમાં એપાર્ટમેન્ટનો ઉપયોગ દારૂ છુપાવવા માટે થતો હોવાની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે.

પાસપોર્ટ ઓફિસ બાદ હવે ભુજ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચારભુજમાં ફરી એકવાર બોમ્બની ધમકી મળતા સુરક્ષા ...
05/03/2026

પાસપોર્ટ ઓફિસ બાદ હવે ભુજ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર

ભુજમાં ફરી એકવાર બોમ્બની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. તાજેતરમાં પાસપોર્ટ ઓફિસને મળેલી ધમકી બાદ હવે ભુજ સેશન્સ કોર્ટને ઈમેઈલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ સમાચાર મળતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સાવચેતીના ભાગરૂપે સમગ્ર કોર્ટ સંકુલને ખાલી કરાવી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. કોર્ટની બહાર મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયા છે અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી દેશ અને ગુજરાતના અનેક મહત્વના સ્થળોએ આ પ્રકારે ઈમેઈલ દ્વારા ધમકીઓ આપવાનો સિલસિલો તેજ બન્યો છે, જે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે.

Address

Gandhidham

Website

Alerts

Be the first to know and let us send you an email when Sarswat News Digital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share