LOcal REporter

LOcal REporter Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from LOcal REporter, Surat.

28/08/2026

સુરત: સાંઈરામ યુવક મંડળ દ્વારા 30 ઓગસ્ટ 2026ના રોજ ભગવાન ગણેશજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું.

રામચોકથી ભટાર ચાર રસ્તા સુધી ભવ્ય શોભાયાત્રા યોજાશે.

સુરત શહેરના સચિન GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ફેટલ અકસ્માતના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી...
28/08/2026

સુરત શહેરના સચિન GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ફેટલ અકસ્માતના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો છે.

ગત તારીખ 21/08/2026 ના રોજ સાંજે પાંચેક વાગ્યાના સમયે નિરંજનકુમાર હરીહર મહંતોના પિતાશ્રી સચિન GIDC ગેટ નંબર 02 ની સામે હજીરાથી પલસાણા રોડની સાઇડ પર ચાલતા ચાલતા રૂમ પર જઈ રહ્યા હતા. તે સમયે એક અજાણ્યા મોટરસાયકલ ચાલકે પાછળથી ટક્કર મારતા પિતાજીને માથાના ભાગે તથા જમણા પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન તારીખ 23/08/2026 ના રોજ તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે સચિન GIDC પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

ઘટના બાદ પોલીસે ગુનાવાળી જગ્યાની આસપાસના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. મોટરસાયકલ ટ્રેક થયું હતું પરંતુ રજીસ્ટ્રેશન નંબર કે ચાલકનો ચહેરો સ્પષ્ટ દેખાતો ન હતો. ત્યારબાદ સચિન સાતવલ્લા બ્રિજ, પલસાણા ટી-પોઈન્ટ, કેનાલ રોડ તથા ડીંડોલી અને કપોલેટા ગામ સુધીના અલગ અલગ સ્થળોના આશરે 70 થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન સંડોવાયેલ ઈસમનો ચહેરો સ્પષ્ટ દેખાતા અને હ્યુમન સોર્સીસની મદદથી સ્પ્લેન્ડર મોટરસાયકલ (નંબર GJ-05-NT-3641) ના ચાલકને પકડી પાડવામાં આવ્યો છે.
પકડાયેલ આરોપીનું નામ આકાશ છનાભાઈ રાઠોડ છે.

સુરત શહેરના સચીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગૂમ થયેલા ૧૪ વર્ષીય કિશોર ને પોલીસે ગણતરીના સમયમાં સહી-સલામત શોધી કાઢી તેના પ...
28/08/2026

સુરત શહેરના સચીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગૂમ થયેલા ૧૪ વર્ષીય કિશોર ને પોલીસે ગણતરીના સમયમાં સહી-સલામત શોધી કાઢી તેના પિતાને સોંપી પ્રશંસનીય કામગીરી કરી છે.

ઘટનાની વિગત મુજબ, આહીરવાસ પારડી કણજાદે, સચીન ખાતે રહેતો ૧૪ વર્ષીય સગીર ઘરે કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલી ગયા હતા. આ અંગે પોલીસને જાણ થતાં જ સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી આસપાસના સીસીટીવી કેમેરા ચકાસી અને ભીડભાડ વાળા વિસ્તારોમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસ કમિશ્નર સાહેબ અને ઉચ્ચ અધિકારીઓની સૂચના તેમજ પી.ઈન્સ. શ્રી પી.એન.વાઘેલા અને પી.સબ.ઈન્સ. શ્રી એન.ડી.ડામોરના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ તપાસમાં એ.એસ.આઈ. ચંદ્રવીરસિંહ જગતસિંહ સિસોદીયા તથા અ.પો.કો નરેન્દ્રસિંહ વજેસંગભાઈ સોલંકી દ્વારા સચીન પલસાણા સર્કલ પાસેથી ગુમ થયેલ કિશોરને સહી-સલામત શોધી કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ ખાતરી કરી કિશોરને તેના પિતા ને સુરક્ષિત રીતે સોંપવામાં આવ્યો હતો.

સુરતમાં લોકોને મોટી રકમનો નફો કરાવી આપવાની લાલચ આપી રૂ. ૨૮,૧૩,૪૦૦/- પડાવી લેનાર રીઢા આરોપીને ડુમસ પોલીસ સ્ટેશનની ટીમે અમ...
28/08/2026

સુરતમાં લોકોને મોટી રકમનો નફો કરાવી આપવાની લાલચ આપી રૂ. ૨૮,૧૩,૪૦૦/- પડાવી લેનાર રીઢા આરોપીને ડુમસ પોલીસ સ્ટેશનની ટીમે અમૃતસર, પંજાબ ખાતેથી ઝડપી પાડ્યો છે.

ડુમસ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપીએ ફરિયાદીને કોઈપણ નુકસાન વગર મોટું વળતર આપવાની લાલચ આપીને ઠગાઈ કરી હતી. ત્યારબાદ આરોપીએ જીવથી મારી નાખવાની અને વધુ નુકસાન પહોંચાડવાની ધમકી આપીને ગૂગલ પે મારફતે ઓનલાઈન ૨૮ લાખથી વધુની રકમ પડાવી લીધી હતી. આરોપી રીપુ સુદાન ઉર્ફે રીપ્સા ઉર્ફે રાહુલ ઉર્ફે રૂપેશ ઉર્ફે રઘુ (ઉંમર ૨૪) ને પંજાબના અમૃતસર ખાતેથી ગોલ્ડન ગેટ પાસે આવેલી હોટેલમાંથી પકડી પાડવામાં આવ્યો હતો.
આરોપી લોકોને છેતરવા માટે મંદિરો અને ગુરુદ્વારાઓમાં જઈને પોતાની ધાર્મિક અને અમીર વ્યક્તિ તરીકેની છાપ ઊભી કરતો હતો. તે મોંઘી ગાડીઓ અને કેફે-હોટેલમાં ફરીને લોકોને પોતાની વાતોમાં લેતો હતો. ત્યારબાદ પોતાનો શેરબજાર અને રિયલ એસ્ટેટનો મોટો બિઝનેસ હોવાનું કહી રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપતો હતો.
જ્યારે લોકો પોતાના પૈસા પાછા માગતા ત્યારે માર્કેટ ડાઉન હોવાનું બહાનું બતાવી વધુ રોકાણ કરાવતો હતો. જો કોઈ પૈસા માટે દબાણ કરે અથવા પોલીસ ફરિયાદની વાત કરે, તો તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ખંડણી માગતો હતો.
આરોપી સામે ડુમસ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરત: સચિન GIDC વિસ્તારમાં મારામારી કરી ધાક-ધમકી આપવાના ગુનામાં ફરાર વોન્ટેડ આરોપીને સચિન GIDC પોલીસે બાતમીના આધારે ઝડપી...
27/08/2026

સુરત: સચિન GIDC વિસ્તારમાં મારામારી કરી ધાક-ધમકી આપવાના ગુનામાં ફરાર વોન્ટેડ આરોપીને સચિન GIDC પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.

તાજેતરમાં સચિન GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આઇ ઝોન રોડ નં-આઇ/૭ ખાતે મારામારી અને ધમકી આપ અંગેનો ગુનો દાખલ થયો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સચિન GIDC પોલીસ અને સર્વેલન્સ સ્ટાફની ટીમે સંયુક્ત બાતમી આધારે આ કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડ્યો છે.
ઝડપાયેલા આરોપીની ઓળખ સની તરીકે થઈ છે.
આ મામલે સચિન GIDC પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૧૧૫(૨), ૧૧૮, ૩૫૨, ૫૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

સુરત શહેર ઝોન-2 લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ભેસ્તાન પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. (NDPS) ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ...
27/08/2026

સુરત શહેર ઝોન-2 લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ભેસ્તાન પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. (NDPS) ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે.

પોલીસની કામગીરી દરમિયાન 35 વર્ષીય આરોપી સાદીક ઉર્ફે ટેડી મોહમદલતીફ શેખને પકડી પાડવામાં આવ્યો છે. તે મૂળ તંબાપુર (જલગાંવ, મહારાષ્ટ્ર)નો વતની છે અને હાલમાં હલપતિ કોલોની, જલારા મ શેરી નં.1, માનદરવાજા-ભાઠેના, સલાબતપુરા, સુરત ખાતે રહેતો હતો.
આરોપી સામે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં પાર્ટ - B 11210070261095/2026 હેઠળ NDPS એક્ટ 1985ની કલમ 8(સી), 22(બી), અને 29 મુજબ ગુનો નોંધાયેલો હતો.

સુરતમાં કાપડના વેપારી સાથે રૂપિયા 3.36 લાખથી વધુની ઠગાઈ આચરનાર આરોપીની સારોલી પોલીસે હરિયાણાથી ધરપકડ કરી છે.સુરતના ડી.એમ...
27/08/2026

સુરતમાં કાપડના વેપારી સાથે રૂપિયા 3.36 લાખથી વધુની ઠગાઈ આચરનાર આરોપીની સારોલી પોલીસે હરિયાણાથી ધરપકડ કરી છે.

સુરતના ડી.એમ.ડી. લોજિસ્ટિક પાર્ક માર્કેટમાં "લુની ફેબ ટેક્ષ" નામે કાપડનો વેપાર કરતા સુરેશ રૂપચંદ્ર યાજેર સાથે હરિયાણાના કુરુક્ષેત્રના "મીશા હોમ ડેકોર"ના પ્રોપરાઈટર ગૌરવ કુમારે સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં સમયસર ચૂકવણું કરીને વિશ્વાસ જીત્યા બાદ આરોપી ગૌરવ કુમારે તારીખ 22/04/2022 થી 15/12/2023 દરમિયાન કુલ રૂપિયા 15,33,851 ની મત્તાનું પડદાનું અસ્તરનું કાપડ મંગાવ્યું હતું. જેમાંથી રૂપિયા 11,98,353 નું ચુકવણું કરી બાકીના રૂપિયા 3,36,498 ની રકમ આજદિન સુધી ન ચૂકવી વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે સારોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
પોલીસ ને ચોક્કસ બાતમી મળતાં, નાસતા ફરતા આરોપી ગૌરવ કુમાર ભગતરામ મિત્તલને સારોલી વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં ઉત્રાણ પોલીસ મથકની સર્વેલન્સ ટીમે વિવિધ બિલ્ડીંગોમાંથી રાત્રિના સમયે મોંઘા બૂટ-ચંપલની ચોરી કરનાર એક ઇસમને ગણતરીન...
27/08/2026

સુરતમાં ઉત્રાણ પોલીસ મથકની સર્વેલન્સ ટીમે વિવિધ બિલ્ડીંગોમાંથી રાત્રિના સમયે મોંઘા બૂટ-ચંપલની ચોરી કરનાર એક ઇસમને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી અનડીટેક્ટ ગુનો ડિટેક્ટ કર્યો છે.

પોલીસ ટીમે સીસીટીવી કેમેરા અને બાતમીદારોની મદદથી ઉત્રાણ વિસ્તારની વિવિધ બિલ્ડીંગોમાંથી ચોરી કરતા આરોપી રેહાન ફિરોજ અબ્બાસ શેખ ને ઝડપી પાડ્યો છે.
પોલીસે આરોપી પાસેથી અલગ અલગ મોંઘી કંપનીના વપરાયેલા ૨૫ જોડી બૂટ, જેની અંદાજિત કિંમત રૂપિયા ૨૦,૦૦૦ છે, તે મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ સફળ કામગીરી પી.આઈ. એચ.આર.ગોસ્વામી, પી.આઈ. એન.જી.પટેલ, પી.એસ.આઈ. આર.ડી.ધાધલ તથા અ.હે.કો. કિરણસિંહ ગંભીરસિંહ, અ.હે.કો. સમીરભાઈ ભીમજીભાઈ, અ.પો.કો. અર્જુનસિંહ ચંદ્રસિંહ અને અ.પો.કો. રાકેશભાઈ શાળીગ્રામ દ્વારા કરવામાં આવી છે.

સુરત: મહિધરપુરા સુમુલ ડેરી રોડ પરથી થયેલ વાહન ચોરીના અણઉકેલાયેલ ગુનાનો મહિધરપુરા પોલીસે ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે...
27/08/2026

સુરત: મહિધરપુરા સુમુલ ડેરી રોડ પરથી થયેલ વાહન ચોરીના અણઉકેલાયેલ ગુનાનો મહિધરપુરા પોલીસે ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.

મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. ગત તારીખ 11/08/2026 ના રોજ સુમુલ ડેરી રોડ, રેલ્વે પારસલ ઓફિસ બહાર ફૂટપાથ પરથી એક કાળા રંગનું હીરો પેશન પ્રો મોટરસાઇકલ (નંબર GJ-04-BD-8354) ચોરી થયું હતું. આ અંગે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
પોલીસે આ મામલે રાકેશ હુકમા ગૌડ નામના આરોપીની અટકાયત કરી છે. આરોપી પાસેથી ₹15,000 ની કિંમતનું ચોરીનું બાઇક જપ્ત કરવામાં આવ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી સામે અગાઉ વાપી ટાઉન અને સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાઓ પણ નોંધાયેલા છે.

Address

Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when LOcal REporter posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share