20/05/2021
બ્રેકિંગ ન્યૂઝ:રાજ્યમાં આવતીકાલથી મિનિ લોકડાઉનમાં આંશિક છૂટછાટ, વેપારીઓ સવારના 9થી 3 વાગ્યા સુધી દુકાનો ખોલી શકશે, 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત
Partial Lockdown In The Gujarat From Tomorrow, Traders Will Be Able To Open Shops From 9 A.m. To 3 P.m.
લારી ગલ્લા ધારકો અને નાના વેપારીઓને રાહત
કોરોના સંક્રમણને પગલે રાજ્યમાં હાલ ચાલી રહેલું મિનિ લોકડાઉનમાં થોડી રાહતો આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન 27 મે સુધી અમલી રહેશે. જેને પગલે વેપારીઓ સવારે 9થી બપોરે 3 સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે. આ અંગે મુખ્યમંત્રીએ પીપાવાવમાં જાહેરાત કરી હતી. જો કે 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા વાવઝોડાની પરિસ્થિતિને પગલે તંત્ર કામમાં હોવાથી રાત્રિ કર્ફ્યૂ અને વધારાના નિયંત્રણો 18,19,20 મેના રોજ ત્રણ દિવસ સુધી મિનિ લોકડાઉન યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો ચાલુ રહેશે
રાજ્યમાં ઉત્પાદન પ્રવૃત્તિ અને ઉદ્યોગો ચાલુ રહે તથા શ્રમિકોને કોઈ તકલીફ ન પડે તે હેતુથી તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
- મુખ્યમંત્રીની પીપાવાવમાં મોટી જાહેરાત
- રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન
- 27 મે સુધી અમલી રહેશે આંશિક લોકડાઉન
- સવારે 9 થી બપોરે 3 સુધી ખુલ્લી રાખી શકાશે દુકાનો
- લારી-ગલ્લા, વેપારીઓને મોટી રાહત
- હાર્ડવેર, બ્યુટી પાર્લર, જ્વેલર્સ, ખાણી પાણીની દુકાનો ખુલ્લી રાખી શકશે
- મોબઈલની દુકાન, ગેરેજ અને પંચરની દુકાન, મોલ્સ પણ ખુલ્લા રાખી શકાશે
- ચાની કિટલી, હેર સલૂન, હાર્ડવેરની દુકાનો
- ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ્સની દુકાનો
- રેડીમેડ કપડાની દુકાનો, વાસણની દુકાનો
- હોલસેલ માર્કેટ, મોલ્સ