DNB MEDIA

DNB MEDIA Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from DNB MEDIA, VADODARA, Vadodara.

15/02/2026

વડોદરા શહેર ભાજપ પ્રમુખ બનવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો

પૂર્વ મહિલા ડે. મેયર અને પૂર્વ કાઉન્સિલર જાહેરમાં બાખડ્યા

વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે આજે શનિવારે એક બાજુ પ્રમુખ પદ માટેના ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે બીજી બાજુ ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લ અને પૂર્વ કોર્પોરેટર ગોપી તલાટી વચ્ચે બાબલ થઈ હોવાના પગલે હોબાળો મચી ગયો હતો. સુનિતા શુક્લનો આક્ષેપ છે કે ગોપી તલાટીએ મહિલા માટે અયોગ્ય ટિપ્પણી કરી હતી, જે નિવેદન મુદ્દે બન્ને વચ્ચે રકઝક થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બંન્ને આગેવાનોએ વડોદરા શહેર પ્રમુખ પદ માટે ઉમેદવારી કરી હતી. આ ઉપરાંત અન્ય 44 જેટલા મૂરતીયાઓએ આજે ઉમેદવારી પત્રો ભર્યા હતા.

Follow Karlo for more ♥️

ICC T20 વર્લ્ડ કપ 2026: ભારતે પાકિસ્તાનને 61 રનથી હરાવીને સુપર 8માં ક્વાલિફાય કર્યું, ઈશાન કિશનની આક્રમક ફિફટી
15/02/2026

ICC T20 વર્લ્ડ કપ 2026: ભારતે પાકિસ્તાનને 61 રનથી હરાવીને સુપર 8માં ક્વાલિફાય કર્યું, ઈશાન કિશનની આક્રમક ફિફટી

મહાશિવરાત્રીના તહેવાર અનુસંધાને "શિવજી કી સવારી" ના રૂટ ઉપર BDDS, DOG SQUAD, RAF ની ટીમને સાથે રાખી સુરક્ષા અને સલામતીના...
14/02/2026

મહાશિવરાત્રીના તહેવાર અનુસંધાને "શિવજી કી સવારી" ના રૂટ ઉપર BDDS, DOG SQUAD, RAF ની ટીમને સાથે રાખી સુરક્ષા અને સલામતીના ભાગરૂપે ફુટ પેટ્રોલીંગ
તથા ચેકીંગ હાથ ધરવામાં આવેલ

🇮🇳IND vs 🇵🇰PAK : 'મહા મુકાબલા' પર વરસાદનો ખતરો! મેચ ધોવાય તો ફાયદો કોને?શનિવારે કોલંબો ખાતે ભારતીય સમયાનુસાર સાંજે 7 વાગ...
14/02/2026

🇮🇳IND vs 🇵🇰PAK : 'મહા મુકાબલા' પર વરસાદનો ખતરો! મેચ ધોવાય તો ફાયદો કોને?

શનિવારે કોલંબો ખાતે ભારતીય સમયાનુસાર સાંજે 7 વાગ્યે મેચ થશે. ફેન્સ આ મેચની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે.

15 ફેબ્રુઆરીએ એટલે કે રવિવારે ટી20 વર્લ્ડ કપમાં ભારત-પાક વચ્ચે મહા મુકાબલો થવાનો છે. જો કે, તે પહેલા ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. વેધર રિપોર્ટ અનુસાર શનિવારે કોલંબોમાં વરસાદની 93 ટકા શક્યતા છે, જે મેચના સમય તેમજ ઓવર્સને અસર કરી શકે છે. આ મેચમાં માત્ર જીત જ નહીં પણ ગ્રુપ Aમાં ટોચનું સ્થાન પણ દાવ પર છે.

ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમે તેમની પાછલી મેચમાં નામિબિયાને 93 રનથી હરાવીને શાનદાર વિજય મેળવ્યો હતો. ઇશાન કિશનના ઝડપી 61 રનની મદદથી ભારતે પાવરપ્લેમાં 86 રન બનાવ્યા હતા, જે અત્યાર સુધીનો ટુર્નામેન્ટનો સૌથી વધુ પાવરપ્લે સ્કોર છે. બીજી તરફ પાકિસ્તાને પણ બંને મેચ જીતી છે અને નેટ રન રેટમાં ભારતથી થોડી પાછળ છે. આ મેચ ગ્રુપ Aમાં નંબર વન સ્થાન નક્કી કરશે.

ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોમાં ફક્ત ICC અને ACC ટુર્નામેન્ટમાં જ મળ્યા છે. છેલ્લે બંને ટીમો 2025 એશિયા કપની ફાઇનલમાં ટકરાઈ હતી, જ્યાં ભારતે પાંચ વિકેટથી જીત મેળવી હતી.

અભિષેક શર્માની ફિટનેસ પર નજર
યુવા બેટ્સમેન અભિષેક શર્મા, જે પેટની સમસ્યાને કારણે પ્રેક્ટિસ સત્રો ગુમાવી ચૂક્યો હતો, તે તેની ફિટનેસ પાછી મેળવતો દેખાય છે. ટીમ મેનેજમેન્ટને આશા છે કે તે પાકિસ્તાન સામેની મોટી મેચ માટે ઉપલબ્ધ રહેશે. ફેન્સ હવે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે હવામાન આ બ્લોકબસ્ટર મેચને વિક્ષેપિત કરશે કે પછી મેદાન પર સંપૂર્ણ ભારત-પાકિસ્તાન ટક્કર જોવા મળશે.

14/02/2026

📍મહેસાણા

સૌજન્ય :

'ડિજિટલ અરેસ્ટ' કરાયેલા વૃદ્ધનો પોલીસે ફિલ્મી ઢબે કર્યો લાઈવ બચાવ

શહેરમાં સાયબર ક્રાઈમનો એક અત્યંત ગંભીર અને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહેસાણા-1 વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત વૃદ્ધ રમેશચંદ્ર પટેલને સાયબર ગઠિયાઓએ 'ડિજિટલ અરેસ્ટ' કરી તેમની પાસેથી ₹66 લાખ પડાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સાયબર ક્રાઈમ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ છેતરપિંડી રોકી લીધી હતી.

શું હતી સમગ્ર ઘટના?
નિવૃત્ત વૃદ્ધ રમેશચંદ્ર પટેલને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે ધમકાવતા કહ્યું કે, "તમારા નામે મુંબઈમાં સિમકાર્ડ લેવાયું છે અને કેનેરા બેંકમાં એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું છે." ગઠિયાઓએ વધુમાં ડરાવતા કહ્યું કે આ બેંક ખાતામાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં 'ટેરર ફંડિંગ' (આતંકવાદી પ્રવૃત્તિઓ માટે નાણાં) મોકલવામાં આવી રહ્યા છે.

VMC to Launch ‘Blue Bond’ for Vadodara’s DevelopmentVadodara Municipal Corporation is planning to raise ₹200 crore throu...
14/02/2026

VMC to Launch ‘Blue Bond’ for Vadodara’s Development

Vadodara Municipal Corporation is planning to raise ₹200 crore through a public issue called a “Blue Bond” to strengthen the city’s water management system. After the success of earlier bonds, this time small investors will also get a chance to participate.

What is a Municipal Bond?
A municipal bond is a loan taken by the municipal corporation from the public. In return, investors receive fixed interest at regular intervals.

Use of Funds:
The money collected will be used mainly for water supply and drainage infrastructure projects in the city.

Safety:
Since it is managed by a government body, the investment is considered secure and reliable.

With your participation, Vadodara can become more developed and better equipped for the future.

વડોદરાના વિકાસ માટે પાલિકા ખોબો ધરશે! VMC લાવશે પબ્લિક માટે 'બ્લ્યુ બોન્ડ'

વડોદરા મહાનગર પાલિકા હવે શહેરના જળ વ્યવસ્થાપનને મજબૂત બનાવવા માટે 200 કરોડનો બ્લ્યુ બોન્ડ પબ્લિક ઈશ્યુ બહાર પાડવા જઈ રહી છે. અગાઉના બોન્ડની સફળતા બાદ આ વખતે નાના રોકાણકારોને પણ આમાં જોડાવાની તક મળશે.

મ્યુનિસિપલ બોન્ડ એટલે પાલિકા દ્વારા જનતા પાસેથી લેવામાં આવતું ધિરાણ, જેના બદલામાં તમને સમયાંતરે નિશ્ચિત વ્યાજ મળે છે.

રોકાણનો ઉપયોગ: આ નાણાંનો ઉપયોગ ખાસ કરીને પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા જેવા માળખાકીય પ્રોજેક્ટ્સ માટે કરવામાં આવશે.

સુરક્ષા: સરકારી સંસ્થા દ્વારા સંચાલિત હોવાથી આ રોકાણ સુરક્ષિત અને વિશ્વાસપાત્ર છે.

તમારા રોકાણથી વડોદરા વધુ સ્માર્ટ અને સુવિધાયુક્ત બનશે. તૈયાર રહો આ ઐતિહાસિક જનભાગીદારીનો હિસ્સો બનવા માટે!

વૈશ્વિક સોનામાં 1,000 ડોલર અને ચાંદીમાં 60 ડોલરની ઉથલપાથલને કારણે સટ્ટાને રવાડે ચઢેલા અનેક લોકોની ઊંઘ બગડી છે. સોના અને ...
14/02/2026

વૈશ્વિક સોનામાં 1,000 ડોલર અને ચાંદીમાં 60 ડોલરની ઉથલપાથલને કારણે સટ્ટાને રવાડે ચઢેલા અનેક લોકોની ઊંઘ બગડી છે. સોના અને ચાંદીના સટ્ટાને જોતાં બજેટમાં નાણાં પ્રધાને રોકાણકારોને સટ્ટાથી દૂર રાખવા સિક્યુરિટીઝ ટ્રાન્ઝેશન ટેક્સ (એસટીટી) શા માટે વધારવાની જરૂર હતી તે પૂરવાર કર્યું છે. આજે ઝેન ઝી તરીકે ઓળખાતો અને યુવા વર્ગ જે શેરબજારમાં નવો નવો આવ્યો છે તે સટ્ટાના રવાડે ચઢી નુકશાની કરીને બજારથી સંપૂર્ણ દૂર થઈ જાય તે ના સરકારને કે ના કેપિટલ માર્કેટને પોષાય તેમ છે.

પાવાગઢ જતા યાત્રાળુઓ માટે અગત્યના સમાચાર!રોપ-વે બંધ રહેશે: આગામી ૧૬ ફેબ્રુઆરીથી ૨૧ ફેબ્રુઆરી સુધી પાવાગઢમાં રોપ-વે સેવા ...
14/02/2026

પાવાગઢ જતા યાત્રાળુઓ માટે અગત્યના સમાચાર!
રોપ-વે બંધ રહેશે: આગામી ૧૬ ફેબ્રુઆરીથી ૨૧ ફેબ્રુઆરી સુધી પાવાગઢમાં રોપ-વે સેવા સંપૂર્ણપણે બંધ રહેશે.
કારણ: ઉષા બ્રેકો કંપની દ્વારા રોપ-વેનું જરૂરી મેન્ટેનન્સ (સમારકામ) હાથ ધરવામાં આવનાર હોવાથી આ નિર્ણય લેવાયો છે.
યાત્રાળુઓને અપીલ: આ ૬ દિવસ દરમિયાન દર્શનાર્થીઓએ રોપ-વે વિના (પગથિયાં ચડીને) યાત્રા કરવી પડશે, તેથી પ્રવાસીઓને તે મુજબ જ પોતાના પ્રવાસનું આયોજન કરવા વિનંતી કરવામાં આવી છે.

Follow Karlo for more ♥️

barodian barodacity barodanews gujarat flood vadodara_baroda vadodaracity breakingnews vadodarafoodies barodarocks barodamedia reelsinstagram reelkarofeelkaro reelsindia

ટી20 વર્લ્ડકપમાં શુક્રવારે કોલંબો ખાતે ઝિમ્બાબ્વેની ટીમ મેજર અપસેટ સર્જીને આ વર્લ્ડકપ જીતવાના દાવેદાર પૈકીના એક એવા ઓસ્ટ...
14/02/2026

ટી20 વર્લ્ડકપમાં શુક્રવારે કોલંબો ખાતે ઝિમ્બાબ્વેની ટીમ મેજર અપસેટ સર્જીને આ વર્લ્ડકપ જીતવાના દાવેદાર પૈકીના એક એવા ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ઝિમ્બાબ્વેએ આ રીતે ઓસ્ટ્રેલિયાને વર્લ્ડકપ જેવી મેજર ઇવેન્ટમાં ત્રીજીવાર હરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઝિમ્બાબ્વે જ્યારે પણ ઓસ્ટ્રેલિયાને હરાવીને અપસેટ સર્જે છે, તે ઇવેન્ટમાં ભારત ચેમ્પિયન બને છે. આ વખતે પણ ભારતને ટાઇટલનું દાવેદાર માનવામાં આવે છે. અગાઉ 2007ના સૌપ્રથમ ટી20 વર્લ્ડકપમાં પહેલી જ મેચમાં ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 13 રનથી હરાવ્યું હતું. તે વખતે મહેન્દ્રસિંહ ધોનીની ટીમ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ચેમ્પિયન બની હતી. આ અગાઉ 1983ની નવમી જૂને ઇંગ્લેન્ડના ટ્રેન્ટબ્રિજ ખાતે રમાયેલી મેચમાં પણ ઓસ્ટ્રેલિયા સામે ઝિમ્બાબ્વેનો વિજય થયો હતો. ઝિમ્બાબ્વેની વન ડે કારકિર્દીની તે સૌ પ્રથમ મેચ હતી. અંતે 25મી જૂને કપિલ દેવની ટીમે વેસ્ટ ઇન્ડિઝની ધુરંધર ટીમને હરાવીને વર્લ્ડકપ જીત્યો હતો.

14/02/2026

મહાશિવરાત્રીને લઈને વડોદરા શહેર પોલીસ બની સજ્જ; પોલીસે આજે ફૂટ માર્ચ સહિતની કરેલી કામગીરી અંગે પોલીસ કમિશનરે આપી માહિતી

Follow Karlo for more ♥️

barodian barodacity barodanews gujarat flood vadodara_baroda vadodaracity breakingnews vadodarafoodies barodarocks barodamedia reelsinstagram reelkarofeelkaro reelsindia

Address

VADODARA
Vadodara

Telephone

+918511308449

Website

Alerts

Be the first to know and let us send you an email when DNB MEDIA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to DNB MEDIA:

Share