23/04/2026
એગ્રિ-ઇનપુટ ઉદ્યોગમાં પ્રથમ વખત, યુનિવિઆ પ્રાઇવેટ લિમિટેડે ડીલર્સને માત્ર વિતરણ ભાગીદાર નહીં પરંતુ ઇક્વિટી પાર્ટનર તરીકે જોડીને એક અનોખી પહેલ કરી છે.
ગુજરાત અને રાજસ્થાનના 50 જેટલા ડીલર્સને સાથે લઈ કંપનીએ સહભાગી વિકાસ, વિશ્વાસ અને લાંબા ગાળાના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો માર્ગ પસંદ કર્યો છે.
ખેડૂતોને ગુણવત્તાયુક્ત અને સસ્તી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવવા સાથે, ગ્લોબલ ટેકનોલોજી અને લોકલ જરૂરિયાતો વચ્ચેનો પુલ બની, યુનિવિઆ ભારતીય કૃષિ ક્ષેત્રમાં નવી ઓળખ ઉભી કરી રહી છે.