Tatkal Media Management

Tatkal Media Management We are Authorized Advertising Agency for The Express Group (The Indian Express, The Financial Expres

15/01/2026

ભરૂચ SOG પોલીસની ટીમને મોટી સફળતા મળી

બિહારથી મિક્ષ હેરોઇન ડ્રગ્સ લઈ આવેલ ઇસમ સહિત બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા.

પોલીસે અંકલેશ્વરના સારંગપુર ગામની આદર્શ નગરમાં રહેતા બે ઇસમોને અંકલેશ્વર ડેપો માંથી ઝડપી પાડ્યા.

રાકેશ મંડલ અને દીપકસિંગની ધરપકડ જ્યારે સંતોષને જાહેર કરાયો વોન્ટેડ.

પોલીસે 11.62 લાખનું મિક્ષ હેરોઇન દ્રગ્સ અને બે ફોન મળી કુલ 11.72 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

જ્યારે દ્રગ્સ મંગાવનારને વોન્ટેડ જાહેર કરાયો

15/01/2026

અંકલેશ્વર પાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાપડની થેલી નું વિતરણ કરાયું હતું. પાલિકામાં ઓએનજીસી તેમજ સખી

મંડળ દ્વારા બનાવેલ 800થી વધુ થેલીનું વિતરણ પાલિકા અને ભાજપ સંગઠન દ્વારા કરાયું હતું.

15/01/2026

આજરોજ સમાજમાં જરૂરિયાતમંદ લોકોને સહાય પહોંચાડવાના હેતુથી દાતા યુકેના પંચોલી પરિવાર તથા માનવ જન કલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે બ્લેન્કેટ અને ચીકીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્ય દ્વારા અનેક જરૂરિયાતમંદોને ઠંડીથી રાહત અને પૌષ્ટિક આહાર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો.
આ કાર્યક્રમ દરમિયાન માનવ જન કલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટના પ્રમુખ શ્રી શૈલેષ પ્રજાપતિ, યોગેશભાઈ જોશી તથા રિદ્ધિ પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનોએ દાતા પરિવારનો આભાર વ્યક્ત કરી સમાજમાં આવી માનવતાપૂર્ણ પ્રવૃત્તિઓ વધુ પ્રમાણમાં થાય તે માટે અપીલ કરી હતી.
માનવ જન કલ્યાણ પર્યાવરણ ટ્રસ્ટ દ્વારા આગળ પણ સમાજસેવાના વિવિધ કાર્યક્રમો સતત યોજવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી.

15/01/2026

ઉપમુખ્યમંત્રી હર્ષ સાંઘવી સરે સુરતમાં મિત્રો અને
પરિવારની હાજરીમાં મકર સંક્રાંતિ ઉત્સાહપૂર્વક ઉજવી.

હર્ષ સંઘવીએ સુરતમાં મકરસંક્રાંતિની ઉજવણી કરી! 🔥🪁

15/01/2026

જંબુસર ના પીલુદરા ગામે પતંગની દોરી થી ગળું કપાઈ જતા એક વ્યક્તિનું મોત

રાહુલભાઈ કનુભાઈ પરમાર નામના વ્યક્તિ નુ મોત

બાઈક લઈને પોતાના ખેતર થી ઘરે જતા સમયે વ્યક્તિ નુ ગળું કપાઈ જતા મોત

પિલુદ્રા ગામમા આવેલ તીથોરા ખડકી ના યુવાન નુ મોત

ઈજાગ્રસ્ત ને 108 મારફતે જંબુસર સબ ડ્રિસ્ટિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો

ફરજ ડોક્ટરે તેઓને મૃતક જાહેર

ઘટનાની જાણ થતા ની સાથે જ વેડસ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી

14/01/2026

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પરિવાર અને મિત્રો સાથે પતંગ ઉડાવીને ઉતરાણની ઉજવણી કરી

14/01/2026

જવાબદારીઓએ અમારા શોખ છીનવી લીધા, નહીંતર આ અમારો પહેલો પ્રેમ હતો.

14/01/2026

ઘાયલ પક્ષી દેખાતા તાત્કાલિક સંપર્ક કરો

📞- 94298 62900

📍- ગોલ્ડન પોઈન્ટ ચોકડી જીઆઇડીસી અંકલેશ્વર

14/01/2026

અંકલેશ્વર જીઆઇડીસી
અંકલેશ્વર જીઆઇડીસી ઉતરાણ તહેવાર નિમિત્તે બાઈક સેફટી ગાર્ડ
ખોડલધામ સમિતિ દ્વારા મોટી સંખ્યામાં બાઇક સેફ્ટી ગાર્ડ ફ્રી માં લગાવવામાં આવ્યા

14/01/2026

મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ભરૂચના ભોલાવ ગ્રામ પંચાયત અંતર્ગત આવેલા રાજીવ નગર સેવા વસ્તીમાં ભારતીય જનતા પાર્ટી ભરૂચ તાલુકા યુવા મોરચા દ્વારા સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નાનાં ભૂલકાઓને પતંગ, દોરી સાથે ચીકી અને લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું.

13/01/2026

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં ઉતરાણ પર્વ નિમિત્તે માર્ગ સલામતીના હેતુસર ખોડલધામ સમિતિ દ્વારા સરાહનીય પહેલ કરવામાં આવી હતી. સમિતિ દ્વારા મોટી સંખ્યામાં બાઈક સેફ્ટી ગાર્ડ વાહનચાલકોને નિઃશુલ્ક લગાવી આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.આઈ. વાલા સાહેબ ખાસ હાજર રહ્યા હતા તેમજ જીપીસીબી (GPCB)ના આરઓ શ્રીમતી ઓઝા મેડમની પણ ઉપસ્થિતિ રહી હતી.

13/01/2026

ભરૂચ

ભરૂચના અંકલેશ્વરમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનોમાં વહેલી સવારે લાગી ભીષણ આગ.

આગને પગલે આસપાસના ભંગારના ગોડાઉન માલિકોમાં મચી નાસભાગ.

આગના ગોટેગોટા આકાશના દૂર દૂર સુધી જતા હવા પ્રદૂષણની માત્રામાં થયો વધારો.

ફાયર વિભાગને જાણ નહીં કરાતા ગોડાઉન બળીને ખાખ થયા., ફાયર વિભાગ ઘટના થી અજાણ

Address

F/6 Aaradhna Arcade, GIDC Ankleshwar
Bharuch
393002

Telephone

+919328301008

Website

Alerts

Be the first to know and let us send you an email when Tatkal Media Management posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Tatkal Media Management:

Share

Category