Channel Narmada

Channel Narmada Bharuch's leading news Media
Platform for Bharuch community across globe News that touches lives of everyone. serving people of Gujarat across the world.
(1551)

Please like and also forward to all those friends and relatives to like Bharuch's leading media to get updates. Bharuch's own & Strong local television News Channel which was launched on 20 August 1998 by then Chief Minister of Gujarat. This was the first local News Channel.on Cable TV in Gujarat. Covering smallest news of any corner of Bharuch District and South Gujarat. A strong media for Promotion news , views & advertisements.

13/05/2026

ગુમાનદેવ ખાતે, સ્વામી વેંકટેશ્વર તિરુપતિ બાલાજી અને ભગવાન શ્રી વેણુ ગોપાલ જી ના મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. 8 થી 12 સુધી યોજાયો.

જેની પૂર્ણાહુતિ શ્રી વિનોદભાઈ ભટ્ટ દ્વારા વ્યાસપીઠ પર થી ભગવદ્ સપ્તાહ ના સમાપન સાથે અને સ્વામી વેંકટેશ્વર ના કલ્યાયંક મહોત્સવ થી કરવામાં આવી હતી. ગુજરાત માં તિરુપતિ બાલાજી નું આ એક મહત્વ નું મંદિર બની રહેશે એમ મહંત મનોહર દાસજી એ જણાવ્યું. આ પ્રાણ પ્રતિષ્ઠા માં તિરુપતિ મુખ્ય મંદિર થી 50 કરતા વધુ. પંડિતો એ શાસ્ત્રોક્ત વિધિ થી વિવિધ કાર્યક્રમો કર્યા હતા. અંકલેશ્વર ના રવિ શેટ્ટી પરિવાર આના યજમાન બન્યા હતા.

12/05/2026

✅ હવે Bharuch માં મળશે સૌથી ટેસ્ટી અને સંપૂર્ણ Hygienic Homemade Cold Coco! 🥤✨

📍 Lata’s Cold Coco –
A-30, Ravi Darshan Society, Opp. Vishwanath Township, Tulshidham Road, Bholav, Bharuch
📞 9725854309

🚚 Home Delivery Available
એક વાર જરૂર Try કરો… પછી તો રોજની Habit બની જશે! 😍

bharuch

12/05/2026

📌બેફામ દોડતા હાઈવાએ વધુ એક જિંદગી છીનવી

ઝઘડિયાના ગોવાલી બસ સ્ટેન્ડ પાસે હાઈવા ચાલક રાહદારીને કચડી ફરાર

મુલદથી નાના સાંજા ફાટક સુધી એકેય સ્પીડ બ્રેકર નહિ, ગ્રામજનોમાં ભારે રોષ

12/05/2026

📌ભરૂચના મકતમપુર દરગાહ ફળિયામાં યુવાન પર ચપ્પુ વડે હુમલો

લોહીલુહાણ હાલતમાં યુવાનને હોસ્પિટલ ખસેડાયો, ઘનના CCTV આવ્યા સામે

નશાની હાલતમાં રહેલા શખ્સે હુમલો કર્યો હોવાનું અનુમાન

સી ડિવિઝન પોલીસે ફરિયાદ લઈ ફૂટેજ આધારે તપાસ હાથ ધરી

Blog by Harish Joshi..... રેવા અરણ્ય, અર્બન ફોરેસ્ટ - એક દ્રઢ સંકલ્પ નું સાકાર થવું, 25 હજાર વૃક્ષોનું સાનિધ્ય, ભૌતિક દુ...
12/05/2026

Blog by Harish Joshi.....

રેવા અરણ્ય, અર્બન ફોરેસ્ટ - એક દ્રઢ સંકલ્પ નું સાકાર થવું, 25 હજાર વૃક્ષોનું સાનિધ્ય, ભૌતિક દુનિયા થી નેચર સાથે જોડાવાની સૌથી નજીક અને શ્રેષ્ઠ જગ્યા...

ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા વર્ષ 2019 માં શરૂ કરાયેલ રેવા અરણ્ય આજે એક સુંદર અર્બન ફોરેસ્ટ તરીકે ઊભુ થયુ છે. સવારની પળો, મોર ન ટહુકા, વિવિધ પ્રજાતિ ના પક્ષીઓ નો કલરવ અને ખુલ્લા પગે ચાલી ને બે એક કિલોમીટર નું ટ્રેકિંગ એક નવી જ અનુભૂતિ નો સ્વાદ ચખાડશે

10 મી મે માતૃ દિવસે અમે કેટલાક રેવા અરણ્ય ના પાયા ના લોકો ભેગા થયા અને ચર્ચા કરી અને આ પ્રકાર ના રેવા અરણ્ય BAUDA દ્વારા માર્ક કરેલ જગ્યા માં અત્યારથી ઊભા કરવાની શરૂઆત કરવામાં આવે તો વિવિધ વિસ્તારો હરિયાળા બની શકે આ માટે તંત્ર પાસે સહયોગ માંગવાની ચર્ચા થઈ. આશા રાખીએ કે વધુ ને વધુ પર્યાવરણ પ્રેમીઓ આ અભિયાન માં યોગદાન આપે તો સમગ્ર ભરૂચ અંકલેશ્વર ની સુંદર હરિયાળું બનાવી
શકીએ. રેવા અરણ્ય ના વિચાર ના બીજ થી એની સફળતા ના ભાગ બનાવવા બદલ મારા સહિત સહુ રેવા અરણ્ય ના સક્રિય નાગરિકો, મિત્રો કુદરત ના આભારી છીએ.

હરીશ જોષી/ 13.05.26

11/05/2026
11/05/2026

ભરૂચ જિલ્લામાંથી પસાર થતી ટ્રેનોના ના સમયમાં ફેરફાર.....

1) ट्रेन नं 20908 भुज – दादर सयाजी नगरी सुपरफास्ट जो 15.05.2026 को भुज से चलेगी, इस ट्रेन के कुछ स्टेशनों के समय में परिवर्तन किया गया है। यह ट्रेन पालेज स्टेशन पर 08:09/08:11 बजे पहुंचेगी/रवाना होगी। भरूच स्टेशन पर 08:52/08:54 बजे पहुंचेगी/रवाना होगी। अंकलेश्वर स्टेशन पर 09:02/09:04 बजे पहुंचेगी /रवाना होगी।

2) ट्रेन नं 12996 अजमेर - बांद्रा टर्मिनस सुपरफास्ट जो 16.05.2026 को अजमेर से चलेगी, इस ट्रेन के भरूच स्टेशन पर आगमन/प्रस्थान समय में परिवर्तन किया गया है, अब यह ट्रेन भरूच स्टेशन पर 09:00/09:02 बजे पहुंचेगी /रवाना होगी।

11/05/2026

📌પત્ની રીસાયને પિયર જતા પતિએ જીવ છોડ્યો

ભરૂચના કાસવા ગામે પાંચ દિવસથી ગુમ યુવાનનો મૃતદેહ મળ્યો

ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં સંજય રાઠોડનો વિકૃત સ્થિતિમાં દેહ મળતા પોલીસ તપાસ શરૂ

🚨 We’re Hiring Delivery Boys! 🛵Join the FG Family and start earning with flexible timings & growth opportunities 💼✨✅ Age...
11/05/2026

🚨 We’re Hiring Delivery Boys! 🛵

Join the FG Family and start earning with flexible timings & growth opportunities 💼✨

✅ Age: 18–50 Years
✅ Smartphone Required
✅ Good Knowledge of Local Areas

📍Be Fast. Be Reliable. Deliver Smiles.
📞 Call / WhatsApp: 7359335501

10/05/2026

🤩 4 Scoops Ice Cream with Falooda @ Just ₹59/-

Location: Shivansh Premium Ice Cream & Falooda
Next to BOB Bank, Tulshidham Crossing, Bharuch

BLOG :- નરેશ ઠક્કર, ભરૂચ.✍️  ભરૂચ જિલ્લાના નવા (?!) ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના( એડવોકેટ )ના ઘરે ગુરુવારની સવારે બનેલી ઘટન...
10/05/2026

BLOG :- નરેશ ઠક્કર, ભરૂચ.
✍️ ભરૂચ જિલ્લાના નવા (?!) ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના( એડવોકેટ )ના ઘરે ગુરુવારની સવારે બનેલી ઘટના : કુછ તો ગરબડ હૈં, કી સબકુછ ગરબડ હૈ ??!!
✍️ સત્તા હોય, સંસ્થા હોય, પછી એ રાજકીય હોય, મીડિયા હોય કે સામાજિક સંસ્થા, ધુમાડો ત્યારેજ નીકળેજ્યારે તણખો પડ્યો જ હોય..ખુલ્લું જાહેર જીવન બધાએ જીવવું જ જોઈએ..!!
✍️ જિલ્લા પ્રમુખનો હોદ્દો અને તે પણ ભાજપના મોટાં ગજાના નેતા હોય, ત્યારે મૌન- કે વ્યક્તિગત ખુલાસા,અનેક શઁકા કુશંકાઓ જન્માવે છે, અને વ્યક્તિ-હોદ્દાને કલંકિત કરે છે : જિ. પ્રમુખે "પ્રેસ કોન્ફ્રન્સ" કરી સત્ય ઉજાગર કરવું જ જોઈએ, જો માત્ર વિરોધીઓનું કાવત્રુ હોય તો એમને ખુલ્લા પાડવા જોઈએ,ખુદ અગ્નિ પરીક્ષામાં પાસ થઇ પવિત્રતા સિદ્ધ કરી ના દેવી જોઈએ..??!!
ભરૂચ જિલ્લો, આમ કહો તો નર્મદા જિલ્લા સહિતનો જૂનો ભરૂચ જિલ્લો રાજકીય રીતે મહા અભિશાપ વાળો જિલ્લો કહેવાય છે, ગણાય છે. એક તરફ આખા પ્રદેશ, દેશમાં જેટલું ગંદુ રાજકારણ નહિ રમાતું હોય એટલું કે એનાથી વિશેષ ગંદી રાજનીતિ નવા +જુના ભરૂચ જિલ્લામાં 1965 થી રમાતી આવી છે, એવું કેહવું ખોટું નથી. ઘેર ઘેર રાજકારણના અખાડાના ખેલ ખેલાય છે, ક્યાંક જાહેર થાય છે, તો ક્યાંક ઉકરડા જેવી રાજનીતિ અત્તર થી ઢનકાયેલી રહે છે, દેખાતી નથી, બદબુ તો ફેલાવે જ છે. ભાઈ ભાઈનો નથી, તો પતિ પત્નીની નથી.. માત્ર સત્તાધારી પક્ષમાં જ આવી ગંદકી નથી, વિપક્ષમા તો ઠીક 'અપક્ષ' મા પણ છે..
સાતમી મે અને ગુરુવારની સવારે કલેકટર ઓફિસ સામે રહેતા ભરૂચના ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખ જેમને સવા વર્ષ જેવું તો થઈ ગયું, પણ સ્કાય લેબની જેમ બક્ષીપંચમાં મોદીસાહેબના સીધા આદેશ અને જુના બજરંગદળના સમયથી હિન્દુત્વના રંગે રંગયેલા સામાન્ય કાર્યકર્તા એવા વ્યવસાયે વકીલ પ્રકાશ મોદી જેઓ સ્વ. શિરીષ બંગાળીના સાળા પણ થાય છે, એમને ભાજપાએ અસંખ્ય સત્તા ભૂખ્યા અને કરોડોની 'ગેમ' ખેલીને પણ જિલ્લા પ્રમુખ પદે આવવા જીવન મરણનો રાજકીય જંગ ખેલનારાઓને એક કોરાણે મૂકી પ્રકાશ મોદી જિ. પ્રમુખ બંનતા ભરૂચ જિલ્લા ભાજપના સંગઠનમાં એક મોટું વાવાઝોડું ઉઠ્યું કે કહો વિરોધીઓને પોતાની રાજકીય કારકિર્દી ખતમ થઈ જવાનું લખલખું ફરી વળ્યું.." આપણે તો કપાઈ ગયાં"ની કૂ લાગણી હેઠળ કટ્ટર દુશ્મનો છેલ્લી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓમાં 'ગળે ગળું લગાવી', 'છાતીએ છાતી વરગાળી' ઉપરછલ્લી ચૂંટણીઓ લઢ્યા.. પ્રદેશની બીકે બીકે.. પણ કોઈના હૈયા ભીના નહતા..અને પ્રકાશ મોદીના કમનસીબે કે વિરોધીઓના સદનસીબે ગુરુવારે આ જિલ્લા પ્રમુખના ઘરે એક ઘટના કહો કે દુર્ઘટના બની..એક મહિલાએ આવી તોફાન મચાવ્યા નો, કુંડા ફેંક્યાંના સમાચારનો વાયરો આખા ભરૂચમાં ફરી વળ્યો.. અને એવી ચુપકિદી સેવાઈ કે કોઈ કરતાં કોઈ નેતા મોબાઈલ ઉઠાવી જવાબ આપવા રેડી નહોતા.. હા વ્હોટ્સઅપ કોલ પર જવાબો આવ્યા.. જેને જેવી આવડી એવી કહાનીઓ કહીં.. સત્ય શોધતા નાકે દમ આવ્યો બધાં પત્રકારોને.. ડુંગર ખોદાયા... પ્રમુખ પાછા એડવોકેટ પણ ખરાં, તો ખાત્રી વગર ખોતારાય, ચિત્રાય પણ શું?? કારણ આ મામલામાં સત્ય કરતાં 'કહાની' રાજકીય સ્ટોરી હોવાની વિશેષ સંભાવના હતી.ધીરે ધીરે દુમાડા હટ્યા તો ખબર પડી, કુછ તો ગરબડ હૈ કી સબકુછ ગરબડ હૈ..
ભાજપના પ્રકાશ મોદી વિરોધી જૂથ ના માટે હું મોદી તરફી એનો મિત્ર(?!) છું, તો આ જિ. પ્રમુખ એવા વકીલનો મત અને સ્વભાવ તદ્દન ભિન્ન છે, છતાં મે સીધું એમને જ પૂછ્યું.. તો કહ્યું એક ક્લાયન્ટની મગજમારી છે...એમના મિત્ર એ પણ થોડી વિગતે વાત કરી..મોટાં માણસની મોટી વાતો, ભલે એ સાચી હોય કે ખોટી પણ સ્વરૂપ એનું બહુ તોફાની હોય.. મે પ્રમુખ અને એમના મિત્રની વાતને થોડી ઘણી એટલે સ્વીકારી કારણકે હું જે મહિલાનું નામ એમાં ઉછળ્યું એ મહિલાની પ્રકૃતિ અને એના તોફાનોને હું જોઈ, જાણી ચૂક્યો હતો.. એટલે ઝાઝું મહત્વ ના આપ્યું... પણ જેટલાં મોંઢા એટલી વાતો.. અખા ના છપ્પા જેવું ચાલ્યું.. "વા વાયો ને નળયુ હટ્યું.. એ દેખી કૂતરું ભષ્યુ..." જેવો ખેલ પ્રકાશ મોદીના કિસ્સામાં પણ થયો.. કેટલાકે શિક્ષિકાના કથિત ગંભીર અને ગંદા સાચા ખોટાં આક્ષેપોના શબ્દો બજારમાં વહેતા કર્યા, હા સ્થળ પર બે પત્રકાર મિત્રો પણ હતાં, પણ એમણે કહ્યું, અમે શૂટિંગ નથી કર્યું.. પણ વાત તો સાચી છે.. શિક્ષિકાને મે ખુદ પણ પૂછ્યું.. તો જાણે કશું બન્યુ જ નથી જેવો નકલી - સાચો..ખોટો વિલાપ કર્યો...તો બધાં પત્રકારોએ શિક્ષિકાની આખી જૂની સ્ટોરી શોધી લાવ્યા, એના જુના ઇન્ટરવ્યૂ વાયરલ થયાં... ઊંડી શોધ સંશોધન કહો કે છાનબિન... આ આખી ઘટના પાછળ બહુ ઊંડી રાજરમત અને કઈંક ગંભીર બીના નજરે પડી.. ક્યાંક કઈંક કાચું કપાયું કે પાકું રંધાયું એ વાત પાક્કી લાગી.. પણ સત્ય તો ભોગ બનનાર પીડિતા કે સ્વયં આક્ષેપો થકી સાચી ખોટી રીતે રાજકીય ચાલ કે ચલનનો ભોગ બનનાર જ ખુલાસો કરી શકે... અને ખુલ્લું આહવાહન છે કે બેઉ પક્ષ સાથે બેસીને આમ કરે...એક મિત્રે તો 2023માં એક બીજી જ મહિલાએ પ્રકાશ મોદી વિરુદ્ધ થયેલ (પ્રજાપતિ જ્ઞાતિની મહિલાની) અરજી મોકલી, જેમાં કલેકટરના આદેશથી આ વકીલ અને હવે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સામે કલમ 151 હેઠળ જવાબ લઈ કેસ પતાવી દેવાયેલો હોવાનું સત્ય બહાર આવ્યું ..
આ આખી ઘટના બની તો છે જ.. મે પ્રમુખને કહ્યું પણ ખરું, કે મિત્ર તમારે ત્યાં CCTV છે.. જાહેર જ કરી દો, અને બદનામી, કલન્ક થી છેડો ફાળો, વિરોધીઓને જુઠ્ઠા પાડો,જે તે કથિત મહિલા સામે પણ ઘણાં વાંધા - અરજી, પુરાવાઓ છે, જાહેર કરો, પ્રકાશ મોદી જિલ્લા પ્રમુખનો ઊંચો હોદ્દો, સિનિયર નેતા છે, તો અને ત્યારે એમનું "મૌન" કે માત્ર 'વ્યક્તિગત ખુલાસા' અનેક વહેમીઓમાં શઁકા કુશંકાઓ જન્માવે એ સ્વભાવિક છે, એટલું જ નહિ વ્યક્તિ અને એમના હોદ્દાને પણ ક્લકિત કરી શકે છે, તો જિ. પ્રમુખે પ્રેસ કોન્ફ્રન્સ કરી નિર્ભય પણે સત્ય ઉજાગર કરવું જ જોઈએ,અને જો વિરોધીઓનું કાવતરૂ હોય તો એમને ખુલ્લા પાડવા જ જોઈએ પછી એ કોઈ પણ હોય, મીડિયા એમને સાથ આપશે જ.. હું પહેલો રહીશ સાથે. પણ સત્ય છુપાવવું જાહેર જીવનમાં યોગ્ય નથી..જો એ મહિલા કલાયન્ટ હોય તો એને પણ વકીલને દબાણમાં લાવવાનો અધિકાર નથી, બલ્કે ગુન્હો છે.. મારાં મતે મારાં મિત્ર ( વ્યક્તિગત રીતે તમામ રાજકીય જુથ, પક્ષનાં મિત્રોને હું 'મિત્રો' જ માનું છું, પણ 'પત્રકાર' તરીકે રહુ છું પ્રથમ સત્ય અને પ્રજા કલ્યાણ સાથે, ભલે હું મીડિયામાં હોઉં, જો મારી સંસ્થા વિષે કંઈક હોય તો સત્ય તો હું કહીશ જ.) કોઈ પણ એવું ના માની લે કે મે કોઈના 'અનુમોદન' કે 'ખિલાફ' આક્ષેપાત્મક દિલ - દિમાગથી આ BLOG લખ્યો છે.. BEST JUDGE તો જનતા જનાર્દન અને નામદાર કોર્ટ,ન્યાયાલય જ છે...હું બધાં મુદ્દે, ઘટનાઓમાં આવુ જ માનું છું, સ્વીકારું છું પછી એ મારી ચેનલનો મુદ્દો પણ કેમ ના હોય..
આ વિવાદમાં સાચું ખોટું તો ભાજપના નેતાઓ જાણે, પણ આ ઘટના પૂર્વે કેટલાંક નેતાઓ આ બહેનને પ્રમુખ વિરુદ્ધ 'ઉપર' રજુઆત માટે અમદાવાદ પણ લઈ ગયાં હતાં..હું આ વાત સ્વીકારતો નથી, પણ પ્રમુખને તો ખબર હશે જ..તો આગામી "નગર પાલિકા પ્રમુખની નિમણુંકનુ રાજકારણ" પણ આ ઘટનાનું નિમિત્ત હોઈ પણ શકે.. આ મુદ્દે સત્ય ઉજાગર કરવાનો પડકાર ઝીલી લેવાનો , અધિકાર અને કર્તવ્ય આ વ્યવસાયે વકીલ એવા જિલ્લા પ્રમુખનો જ છે.. બાકી રાજનીતિ માં વળી હવે 'નીતિ' બચી જ ક્યા છે..🙏🙏

Address

Bharuch
392001

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Channel Narmada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Channel Narmada:

Share