20/04/2025
મારો અનુભવ
અક્ષરધામ મંદિર માં mystic india મેં જ્યારે પ્રથમ વાર જોયેલું ત્યારે બાલયોગી ના સ્વરૂપ નું દ્રશ્ય જોયેલું ત્યારે ગદગદ થઈ ગયેલો એકદમ ભાવવિભોર, એક વૈરાગી સ્વરૂપ મરણતોલ યાત્રા અને પછી કૈલાશ ના દ્રશ્ય ઓમ નમઃ સિવાય નો થિયેટર મા મહાનાદ મહા ગુંજરાવ આહાહાહા... શુ દ્રશ્ય...નીલકંઠ નામના બાલયોગી ના ગળામાં શાલિગ્રામ, રોજ એની પૂજા નું વ્રત વિષ્ણુ અને શિવ માં અનન્ય ભક્તિ નું પ્રતીક બાલ વૈરાગી, પછી ઈચ્છા જાગી વધારે જાણવાની ત્યારે અમુક પુસ્તકો હાથ લાગ્યા મહામાયા ની કૃપાએ સત્ય દર્શન થાય એવા જ પુસ્તકો હાથ લાગ્યા અને એ વાંચતા જ બધું સાવ વીચિત્ર વિરોધાભાસી દેખાણું પહેલા મને થાતું આ સ્વામિનારાયણ વિષ્ણુ મંત્ર છે પણ જ્યારે ચોપડા જોયા તો વિષ્ણુ તો સેવામાં દેખાણા, તો આ નારાયણ શબ્દ નો અર્થ શું સમજવો, પછી થયું લાય શિક્ષાપત્રી બરોબર જોવા દે પણ ત્યાંતો બધું ઓકે દેખાણું શ્રીકૃષ્ણ એમના ઇષ્ટ, હરિ અને હર ની એકતા, પંચદેવોપાસના ની આજ્ઞા, શ્રી કૃષ્ણ ના જ ઠેર ઠેર મહિમા ના શબ્દો, ભારે કરી ભાઈ, પાછા બીજા પુસ્તકો હાથ માં લીધા સાલું સાવ અલગ, પંચદેવ માના એક સૂર્યનારાયણ પણ આમને હાથજોડે અને કહે,જયારે બોલાવશો આવીશ એમ કહે, આમના સાહિત્યો માં શિવની તો કોઈ મહત્તા જ નહીં બ્રહ્મા તો ખાલી હાથ જોડવામાં જ દેખાય, નારાયણ શબ્દ તો દેખાય પણ નારાયણ ક્યાંય સર્વોપરી ના રૂપ માં ના દેખાય, દેખાય તો સ્તુતિ કરતા, દર્શન કરતા કે સંતો ના મહિમામંડન માં અપમાનિત થતા, હવે સ્વયં નારાયણ હરિ વિષ્ણુ ની જ્યાં આમના શાસ્ત્રો માં આવી સ્થિતિ હોય ત્યાં અન્ય દેવિદેવતા નું તો શું જ પૂછવું