08/09/2026
ભાવનગરના 94 વર્ષીય ભામાશાનું રાષ્ટ્રસમર્પણ: જનાર્દન દાદાએ પોતાનું આખું ઘર દાનમાં આપી દીધું
મુખ્ય વિગતો:
ભાવનગરના 94 વર્ષીય જનાર્દનભાઈ ભટ્ટે અનોખું રાષ્ટ્રસમર્પણ કરી પોતાનું મકાન RSS સાથે સંકળાયેલી ડૉ. હેડગેવાર સોસાયટીને દાનમાં અર્પણ કર્યું છે.
HCG હોસ્પિટલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જનાર્દન દાદાએ મકાનની વિલ સોસાયટીના ટ્રસ્ટી કુલદીપસિંહ ગોહિલને સોંપી હતી.
વર્ષ 2005થી તેઓ સેના, શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે પોતાની સંપત્તિમાંથી યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે. દેશની સુરક્ષા માટે સૈનિકોના સમર્પણને ધ્યાનમાં રાખીને તેમણે સમાજના લોકોને પણ રોજ માત્ર ₹1 રાષ્ટ્રસુરક્ષા માટે અર્પણ કરવાની અપીલ કરી છે.
94 વર્ષની ઉંમરે પણ રાષ્ટ્ર અને સમાજસેવા માટેની તેમની આ ભાવના અનેક લોકો માટે પ્રેરણારૂપ બની છે.