MAA News LIVE

MAA News LIVE અમે છીએ ગરવી ગુજરાતનો મિજાજ,
હા અમે કરોડો ગુજરાતીઓનો અવાજ.
માઁ આશાપુરા ન્યુઝ

એસ્ટેટ કન્સલ્ટન્ટ ફી (દલાલી) ન આપવી,પાપ - પુણ્ય, નીતિ - અનીતિ, ગુન્હો - અધિકાર https://www.facebook.com/share/p/1BofhD4c...
07/09/2026

એસ્ટેટ કન્સલ્ટન્ટ ફી (દલાલી) ન આપવી,
પાપ - પુણ્ય,
નીતિ - અનીતિ,
ગુન્હો - અધિકાર

https://www.facebook.com/share/p/1BofhD4cUn/

પણ....
હવે એવું ન થાય એ માટે
"ભારતીય કરાર કાયદા (Indian Contract Act, 1872) ની કલમ ૨(e) તથા કલમ ૭૦ (Quantum Meruit) ની જોગવાઈઓ વિશે જાણીએ...

કચ્છ પ્રદેશનું અલગ રાજ્ય https://www.facebook.com/share/1LwMRQ52Bw/page જેમાં વાત છે; કચ્છની , કચ્છ રાજ્યની અને...
04/09/2026

કચ્છ પ્રદેશનું અલગ રાજ્ય

https://www.facebook.com/share/1LwMRQ52Bw/

page
જેમાં વાત છે; કચ્છની , કચ્છ રાજ્યની અને કચ્છી માડુ ની

અહીં આપેલ પુસ્તક, મેગેઝિન
મારા દ્વારા એટલે કે
જામ જયમલસિંહ એ.બી. જાડેજા
(LL.M., LL.B., M.A., B.J.M.

ભાગ: 7 સમસ્ત વિશ્વનાં અને ખાસ કરીને મુંબઈનાં કચ્છી ભાઈ-બહેનોમાં ઉત્સાહનો જુવાળ ઉભરાતો હતો. જાણે કેમ મુંબઈ બીજું કચ્છ બની...
31/08/2026

ભાગ: 7
સમસ્ત વિશ્વનાં અને ખાસ કરીને મુંબઈનાં કચ્છી ભાઈ-બહેનોમાં ઉત્સાહનો જુવાળ ઉભરાતો હતો.
જાણે કેમ મુંબઈ બીજું કચ્છ બની ગયું હતું.
પણ...... પછી એવું તો શું થયું કે ????

Facebook 👇🏻

https://www.facebook.com/share/p/19WTTGPzHK/

બંધારણની કલમ ૩૭૧(૨) પ્રમાણેનાં વિકાસબોર્ડને ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી તથા વડાપ્રધાન એ સર્વોચ્ચ નેતાની ભલામણથી તે પાછું ઝૂંટવી લેવામાં આવ્યું, કચ્છ પ્રદેશનું આથી વધારે ભયંકર અપમાન તથા ઘોર વિશ્વાસઘાત બીજું કંઈ હોઈ શકે ખરું ?

Instagram 👇🏻

https://www.instagram.com/p/Dctf_8Aoq6c/?igsi=czkxdWRqMnlra3Bx

આ સતત થતા અન્યાય સામે કચ્છી પ્રજાની અસ્મિતા અને 'કચ્છ પ્રદેશનું અલગ રાજ્ય' સ્થાપવાની ઐતિહાસિક લડતનો ઉલ્લેખ છે.

(કચ્છ પ્રદેશનું અલગ રાજ્ય- 97 252 06 123)

ભાગ 7
"કચ્છ પ્રદેશનું અલગ રાજ્ય "

ડૉ. મહીપતરાય મહેતા (Ex M.P. રાજ્યસભા- કચ્છ)ની
કલમે.....

(આગળ થી ચાલુ)
ઈ.સ. ૧૯૭૮ નાં જાન્યુઆરી માસનાં બીજા અઠવાડિયા સુધી રાહ જોઈ પછી આ વચન તથા ખાત્રીની યાદ દેવડાવવા શ્રી મુરારજીભાઈ દેસાઈને પત્ર લખ્યો. આ પત્રનો જવાબ તેમનાં અંગત સચિવ શ્રી હરેશભાઈ શાહ તરફથી મળ્યાં કે કચ્છને વિકાસ બોર્ડ આપવા બાબતનાં આપનાં બધા કાગળો ગૃહખાતાને યોગ્ય કાર્યવાહી કરવા મોકલી આપવામાં આવેલ છે, અને હંમેશ શ્રી મુરારજી દેસાઈની સહીથી જ અત્યાર સુધી બધા પત્રો આવતા આ પ્રથમ પત્ર હતો જે તેમનાં અંગત સચિવે લખ્યો હતો અને તે ગુજરાત રાજ્યનાં મુખ્ય મંત્રીશ્રી જતીનાં ઈ.સ. ૧૯૭૭ નાં હુકમનો અમલ કરવાની બાબતને બદલે, ગૃહખાતાને કચ્છને વિકાસબોર્ડ આપવા બાબતનાં કાગળો મોકલાવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું.
કારણ કે બીજી બાજુ ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ પટેલે ગૃહખાતાને તથા ભારતનાં પ્રમુખશ્રી સંજીવ રેડીને આ શ્રી જતીનો ઈ.સ. ૧૯૭૭ નો હુકમ રદ કરવા વિનંતી કરી હતી તથા શ્રી મુરારજી દેસાઈને પણ વિનંતી કરી હતી કે તેઓ પણ આ હુકમ રદ કરવા ભારતનાં પ્રમુખને તેઓ પણ ભલામણ કરે. શ્રી મુરારજી દેસાઈનાં અંગત સચિવ શ્રી હરેશ શાહે જે લખ્યું હતું કે કચ્છને ૩૭૧(૨) ની કલમ પ્રમાણેનાં વિકાસ બોર્ડ આપવા બાબતનાં બધા કાગળો ગૃહખાતાને મોકલાવવામાં આવેલ છે.
શ્રી જતીનાં હુકમને રદ કરવાની ભલામણ કરવામાં આવી હતી. શ્રી મુરારજી દેસાઈએ ભારતનાં પ્રમુખ શ્રી સંજીવ રેડીને પણ શ્રી જતીનાં ઈ.સ. ૧૯૭૭ નો હુકમ રદ કરવા ભલામણ કરી હતી.

આ પ્રમાણે શ્રી બાબુભાઈ પટેલ, ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી તથા ભારતનાં વડાપ્રધાન તથા ગુજરાત રાજ્યનાં સર્વોચ્ચ આગેવાન શ્રી મુરારજી દેસાઈની ભલામણ ધ્યાને લઈને તે વખતના ભારતનાં પ્રમુખ શ્રી સંજીવ રેડીએ તેમનાંથી અગાઉનાં ભારતનાં કાર્યવાહી પ્રમુખ શ્રી જતીનો તા. ૨૮ મી ફેબ્રુઆરી-૧૯૭૭ નો કચ્છપ્રદેશને બંધારણની કલમ ૩૭૧(૨) પ્રમાણેનું વિકાસબોર્ડ આપતો હુકમ તેનો અમલ થાય તે પહેલાં રદ કરતો તા. ૧૭ મી ફેબ્રુઆરી-૧૯૭૮ નાં હુકમ કર્યો. આ રીતે કચ્છપ્રદેશ જે ગુજરાત રાજ્યનો એક સૌથી પછાત વિભાગ છે તેનાં વિકાસ માટે તેને મળેલ તેનો બંધારણીય હક્ક, બંધારણની કલમ ૩૭૧(૨) પ્રમાણેનાં વિકાસબોર્ડને ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી તથા વડાપ્રધાન એ સર્વોચ્ચ નેતાની ભલામણથી તે પાછું ઝૂંટવી લેવામાં આવ્યું, કચ્છ પ્રદેશનું આથી વધારે ભયંકર અપમાન તથા ઘોર વિશ્વાસઘાત બીજું કંઈ હોઈ શકે ખરું ?
કોઈ પણ સ્વમાનશીલ પ્રદેશ તથા તેની પ્રજા તરત જ આ ભયંકર તથા ઘોર વિશ્વાસઘાત સામે બળવો પોકારી આવા અન્યાયી તથા પાખંડી રાજ્યનાં વિભાગ રહેવાને બદલે પોતાનાં પ્રદેશને અલગ રાજ્ય તરીકેની સ્થાપના કરવા લડત કર્યા વિના રહી શકે નહિ પણ કચ્છનાં દુર્ભાગ્યે કચ્છની પ્રજામાંથી કે જે સત્તાવાર હતા તે આગેવાનોમાંથી કોઈ પણ વિરોધનો એક અક્ષર પણ બોલ્યું નહીં અને પોતાની કાયરતા તથા સ્વાર્થનું પ્રદર્શન કરી બતાવ્યું.
સમગ્ર વિશ્વનાં રાજકારણનાં ઈતિહાસમાં ગુજરાતની કચ્છપ્રત્યેની આ વર્તણૂંક કાળા અક્ષરે લખાઈ રહેશે.
દુઃખનો વિષય તો એ છે કે ભારતનાં પ્રમુખ શ્રી સંજીવ રેડીનો પણ આ કિસ્સામાં મુખ્ય હિસ્સો છે. સમસ્ત વિશ્વનાં પ૦ લાખ કચ્છીઓએ પોતાની અસ્મિતા તથા સ્વમાન માટે હવે એવી ભાષા બોલવાનો સમય આવી ગયો છે કે આવા કચ્છ પ્રદેશને અન્યાય તથા અપમાન કરનારાઓ સમજી શકે.

ઈ.સ. ૧૯૭૦ થી ૧૯૮૦ નો કચ્છ પ્રદેશને ગુજરાત સાથેનાં વિલીનીકરણનાં આ બીજા દાયકાના આ બનાવે તો સર્વે સીમાઓ ઓળંગીને કચ્છની પ્રજાને તેના સ્વમાન પર ઘા કરીને કચ્છપ્રદેશનું અલગ રાજ્યની સ્થાપના કરવાની તાકાતને આહ્વાન આપ્યું છે. કચ્છપ્રદેશ તથા તેની પ્રજાને તેમનાં બંધારણીય હક્ક ન મળે તેનાં કરતાં આ મળેલ બંધારણીય હક્ક પાછો ઝૂંટવાઈ જાય એવી આ ઘટનાથી વતન પ્રેમી કચ્છીઓએ જો સ્વમાનની કંઈ કિંમત હોય તો કચ્છનું અલગ રાજ્યની સ્થાપના કર્યા પછી જ તેમનાથી શીર ઊંચું રાખીને બેસી શકાય.

એવા જ ભયંકર અપમાન તથા ઘોર વિશ્વાસઘાતનો બીજો દાખલો નર્મદા યોજનાને કચ્છ સુધી લંબાવવાનું રદ કરી અને એક ટીપું પણ નર્મદા યોજનાનું કચ્છને ન મળે તેવી યોજનાનું ગુજરાત સરકારે કરેલ આયોજન છે.
શ્રીમતિ ઈન્દિરા ગાંધી તે વખતનાં ભારતનાં વડાપ્રધાન તથા ભારત સરકારનાં જળ વિસ્તારણાં મંત્રી શ્રી કે. એલ. રાવે મને વચન આપ્યું હતું કે કોઈ પણ રીતે કચ્છને નર્મદા યોજના દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી પૂરૂં પાડવામાં આવશે. શ્રી મુરારજી દેસાઈએ પણ ઈ.સ. ૧૯૬૨ માં રાજસ્થાન કેનાલને કચ્છ સુધી લંબાવવાનું રદ કરતી વખતે આવું જ વચન આપ્યું હતું.
અને તે પ્રમાણે ખોસલા કમીશને તેમનાં રીપોર્ટમાં કચ્છને દશ લાખ એકર -ફુટ પાણી આપવાનું સુચવ્યું હતું અને છેલ્લે નર્મદા ટ્રીબ્યુનલે ગુજરાત સરકારને તેનાં કોઈ પણ વિભાગને તેને યોગ્ય લાગે તેટલું નર્મદાનું પાણી ફાળવવાની સતા આપી છે. પણ હંમેશા કચ્છ પ્રત્યે ગુન્હાહિત વર્તણૂંક કરનાર અને દરેક સ્તરે વચન આપીને વિશ્વાસઘાત કરનાર ગુજરાત સરકારે નર્મદા યોજનાને કચ્છ સુધી લંબાવવાનું રદ કર્યું છે અને હવે કચ્છપ્રદેશને નર્મદા યોજનાનું એક ટીપું પણ પાણી મળવાનું નથી તે નક્કી છે. બીચારું કચ્છ અને છેલ્લે મચ્છુ (૨) માંથી કંડલા કોમ્પ્લેક્ષને પાણી આપવા માટે સુરજબારીનાં પુલમાં કરેલ પાઈપ મુકવાની વ્યવસ્થા છતાં હવે તે પાણી પણ કંડલા કોમ્પ્લેક્ષને મળવાની યોજનાને પણ ગુજરાત સરકારે રદ કરી છે.

આ રીતે કચ્છને અન્યાયોની પરંપરા તથા ગુન્હાહિત બેદરકારી સાથે ઈ.સ. ૧૯૭૦ થી ૧૯૮૦ સુધીનો કચ્છપ્રદેશ નો ગુજરાતનો એક જિલ્લો બન્યાનો બીજો દાયકો પણ પૂરો થયો.
ઈ.સ. ૧૯૬૬ નાં ડીસેમ્બર મહિનામાં મુંબઈમાં સમસ્ત વિશ્વનાં કચ્છી ભાઈ-બહેનોની "કચ્છ વિશ્વ પરિષદ" મારા પ્રમુખપણા નીચે બોલાવવામાં આવી હતી. સંસદનાં બંને ગૃહમાં કચ્છને બંધારણની કલમ -૩૭૧(૨) પ્રમાણેનું વિકાસબોર્ડ આપવાની જાહેરાત થયા પછી ભારતનાં સદગત વડાપ્રધાન શ્રીમતિ ઈન્દિરા ગાંધીને સન્માનવા સમસ્ત વિશ્વમાંથી તથા ભારતનાં ખુણે ખુણેથી હજારોની સંખ્યામાં કચ્છીઓ મુંબઈનાં ઓપેલનાં મેદાનમાં ઉભા કરેલ "ભવાનજી નગરમાં" ઉમેટી પડ્યા હતાં. પણ દુર્ભાગ્યે મહારાષ્ટ્રનાં રાજ્યપાલનું તા. ૨૫ ડીસેમ્બર ૧૯૭૬ નાં અચાનક અવસાન થતાં તા. ૨૬, ડીસેમ્બર ૧૯૭૬ નાં "કચ્છ વિશ્વ પરિષદ" ની બેઠક માત્ર શોકની ઠરાવ પસાર કરી તથા શ્રીમતિ ઈન્દિરા ગાંધી આ કોન્ફરન્સમાં હાજરી ન આપી શકે તેવી પરિસ્થિતિનું સર્જન થયું હતું. સમસ્ત વિશ્વનાં અને ખાસ કરીને મુંબઈનાં કચ્છી ભાઈ-બહેનોમાં ઉત્સાહનો જુવાળ ઉભરાતો હતો. સમસ્ત મુંબઈમાં એક અનેરો ઉત્સાહ દેખાતો હતો જાણે કેમ મુંબઈ બીજું કચ્છ બની ગયું હતું.
લાખોની સંખ્યામાં એકત્ર થયેલા કચ્છીઓ પોતાનાં સંગઠન તથા એકતાનું પ્રદર્શન કરી શોકલાગણી સાથે વિખરાયા હતા. કચ્છી પ્રજાના આ સંગઠનની શક્તિનાં પરિણામરૂપે ફેબ્રુઆરીની તા. ૨૮ મી ૧૯૭૭ નાં રોજ ભારતનાં કાર્યકારી પ્રમુખશ્રી જતીએ કચ્છપ્રદેશને બંધારણની કલમ ૩૭૧(૨) પ્રમાણેનાં વિકાસબોર્ડ આપ્યાનાં હુકમની જાહેરાત કરી હતી. ફરીથી સમસ્ત વિશ્વનાં ૫૦ લાખ કચ્છીઓએ પોતાની શકિત બતાવવાનો અને કચ્છનાં અલગ રાજ્યની સ્થાપના કરવાનો સમય આવી રહ્યો છે. ભારતનાં કેન્દ્ર સરકારનાં આગેવાનો, ભારતનાં પ્રમુખ તથા ગુજરાત સરકારનાં આગેવાનો સાથે વાતચીત કર્યા પછી આ બાબતનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. "કચ્છ વિશ્વ કોન્ફરન્સ" ની યોજના કર્યા પહેલાં સમસ્ત ભારતમાં જ્યાં જ્યાં કચ્છી ભાઈઓનો મોટો સમુદાય છે તે સ્થાન પર જઈને મેં તેમનાં મંડળોની સ્થાપના કરી હતી તથા આ મંડળોનાં પ્રતિનિધિઓ મુંબઈમાં આ કોન્ફરન્સમાં હાજરી આપવા આવ્યા હતા. આ બધી પ્રક્રિયા ફરીથી કરી સમસ્ત કચ્છીઓમાં જાગૃતિનો જુવાળ પેદા કરવો પડશે.

ઈ.સ. ૧૯૮૦ ની સામાન્ય ચૂંટણીમાં હું ફરીથી લોકસભામાં ચૂંટાયો. કચ્છનાં સર્વાંગી વિકાસ માટેની કાર્યવાહીમાં ખુબ જ ઓટ આવેલી તેને ફરીથી ગતિ આપવાનું શરૂ કર્યું. શ્રીમતિ ઈન્દિરા ગાંધી પણ ફરીથી વડાપ્રધાન થયા હતા એટલે તેમને રૂબરૂ મળ્યો તથા કચ્છને મળેલું સ્વાયત વિકાસબોર્ડ ઝૂંટવાઈ ગયું હતું તે પાછું મેળવવાનો પ્રયત્નો શરૂ કર્યો. શ્રીમતિ ઈન્દિરા ગાંધીએ પણ દર વર્ષે કચ્છની મુલાકાત લેવાનું શરૂ કર્યું.

ઈ.સ. ૧૯૭૧ માં હું હંગેરી ગયો હતો. સમગ્ર યુરોપમાં હંગેરીમાં બોક્સાઈટ તથા લીગ્નાઈટ ખુબ જ સારા પ્રમાણમાં નીકળે છે અને બોક્સાઈટ આધારીત એલ્યુમિનીયા તથા એલ્યુમિનિયમમાં પુષ્કળ કારખાનાઓ છે તથા લીગ્નાઈટ આધારીત, વીજળી ઉત્પન્ન કરવા વીજળી ગૃહ પણ દરેક એલ્યુમીનીયમ ફેક્ટરી સાથે જ જોડાયેલા જોવા મળ્યા. કચ્છ પ્રદેશમાં જે પુષ્કળ ખનીજ નીકળે છે તેમાં સારી જાતના બોક્સાઈટ તથા લીગ્નાઈટ, હંગેરીની પેઠે સૌથી વધારે જથ્થામાં મળી આવેલ છે.

હંગેરીથી પાછા આવ્યા પછી, મેં તરત જ વડાપ્રધાન શ્રીમતિ ઈન્દિરા ગાંધીને આ બધી હકીકત લખીને જણાવી તથા કચ્છમાં પણ બોક્સાઈટ આધારીત ઉદ્યોગ નાખવા તથા લીગ્નાઈટ આધારીત વીજળી મથકો સ્થાપવા વિનંતી કરી. તેઓશ્રી એ કચ્છમાં એલ્યુમિનાનું કારખાનું ઉભું કરવા માટે હંગેરીને તેના પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કરવા આપ્યો તથા લીગ્નાઈટ આધારીત વીજળી મથકો ઉભા કરવા માટે લખપત તાલુકામાં લીગ્નાઈટનું ખોદકામ શરૂ કરાવવા ગુજરાત સરકારને સુચનાં આપી અને આ લીગ્નાઈટનું ખનીજ ખોદકામ તુરત શરૂ પણ થયું જે આજે પણ લખપત તાલુકાનાં પાનધ્રો ખાતે ચાલુમાં પણ છે,
તથા આ લીગ્નાઈટ આધારીત વીજળી મથક આટલા વર્ષ પછી માત્ર ગયા વર્ષથી જ શરૂ થયું છે. અને ઈ.સ. ૧૯૮૦ નાં જુલાઈ મહિનામાં કેન્દ્ર સરકારે ઉદ્યોગ રીતે પછાત વિસ્તારમાં ઉદ્યોગ સ્થાપવા તથા સ્થાનિક બેકાર વ્યક્તિઓને રોજી આપવા માટે " ન્યુકલીયસ પ્લાન્ટ" ની યોજનાનું નિર્માણ થયું.

તા. ૧૫ મી માર્ચ-૧૯૮૨ માં કેન્દ્ર સરકારે ગુજરાતનાં ત્રણ જિલ્લા કચ્છ, અમરેલી તથા સાબરકાંઠામાં આવું ન્યુકલીઅસ પ્લાન્ટ નક્કી કરવા માટે ટાસ્ક ફોર્સની નિમણૂક કરી. આ ન્યુકલીઅસ પ્લાન્ટની ઉદ્યોગ વર્તુળનું મધ્યબિંદુ અથવા તો મુખ્ય ઉદ્યોગ બંને તથા તેની આજુબાજુ આ ન્યુકલીયસ પ્લાન્ટને જોઈતા નાના મોટા હથીયારો તથા બીજી સામગ્રી ઉત્પન્ન કરતા નાના ઉદ્યોગો ઉભા કરવા તથા આ નાના ઉદ્યોગોને જોઈતી પાયાની સગવડો (ઈન્ફ્રાસ્ટ્રક્ચર) પણ સરકાર પુરા પાડે જેવા કે, પાણી, વીજળી, જમીન, રસ્તા, રેલ્વે, ટેલીફોન, પોસ્ટ ઓફિસ, વગેરે. આ ટાસ્ક ફોર્સ ૧૩ સભ્યોનું બનેલું હતું. આ તેર સભ્યોમાંથી ચાર સભ્યો કેન્દ્ર સરકાર તરફથી ઉદ્યોગ ખાતા તથા તેને લગતા ખાતા ના ઉંચા દરજ્જાનાં અમલદારો હતા. જ્યારે બાકીનાં ૯ સભ્યો ગુજરાત સરકાર તરફથી નિમાયેલા હતા. આ નવે સભ્યો પણ ગુજરાત સરકારનાં ઉદ્યોગ ખાતા તથા તેને લગતા ખાતાઓનાં ઉચ્ચ દરજ્જાનાં અમલદારો હતા. તથા બીજા ૧૭ સભ્યોને કો-ઓપ્ટ કરવામાં આવ્યા હતા. આ બધા સભ્યો ગુજરાત સરકારનાં ઉદ્યોગ સાથે સંકળાયેલી સરકારી સંસ્થાનાં મુખ્ય અમલદારો હતા.
આ ટાસ્ક ફોર્સનો રીપોર્ટ ગુજરાત સરકારે ૧૪ મી એપ્રિલ ૧૯૮૩ નાં બહાર પાડેલ છે. આ સમગ્ર રીપોર્ટ ખુબ જ વિસ્તૃત હોઈ કચ્છમાં જુદા જુદા ઉદ્યોગોની શક્યતાઓ તથા નાના ઉદ્યોગો તથા ગૃહઉદ્યોગોને વિકસાવવાની શક્યતાઓનો પણ સમાવેશ કરેલ છે. આ રીપોર્ટમાં બોક્સાઈટ આધારીત લખપત તાલુકામાં એલ્યુમીનયમનું કારખાનું "ન્યુકલીયસ પ્લાન્ટ" તરીકે નક્કી કરવામાં આવ્યું છે તથા સાથે કચ્છનો મત્સ્યોધ્યોગ તથા બીજા ઉદ્યોગો ગુજરાત સરકાર જોઈતી સવલતો (ઈન્ફ્રાસ્ટ્રક્ચર) પુરૂં ન પાડી શકવાથી ઉભા થઈ શક્યા નથી તેમ સ્પષ્ટ કહ્યું છે. તથા આ રીપોર્ટનો તાત્કાલિક અમલ કરી કચ્છ જેવા પછાત જિલ્લા તરફની બેદરકારી દૂર કરી તેનાં વિકાસ તરફ ધ્યાન ખેંચ્યું છે. પણ દુર્ભાગ્યે આ ટાસ્ક ફોર્સનાં રીપોર્ટમાં હજુ સુધી એક અક્ષરનો પણ અમલ થયો નથી. ઉલટું એ બીજા ઉદ્યોગો તરફ પણ તેટલી જ ગુન્હાહીત બેદરકારી બતાવવામાં આવી છે. તેવી જ રીતે કંડલા કોમ્પ્લેક્ષનાં વિકાસ માટે કોલ કમીટીનો રીપોર્ટ પણ કોઈ જાતનું ધ્યાન આપ્યા સિવાય બાજુએ ફેંકી દેવામાં આવ્યો છે.
અને આજે કંડલામાં નવા ઉદ્યોગો સ્થાપવાના બદલે જે ઉદ્યોગો હતા તેમાંનાં કેટલાક જેવા કે અતુલ પેસ્ટીસાઈડ, "રેશિન કેમીકલ્સ" આદિપુરની સ્પીનીંગ મીલ વગેરે બીજા કેટલાયે ઉદ્યોગો બંધ પડી ગયા છે.
મુખ્ય વિગતોનો સારાંશ:
[ 1. કચ્છના વિકાસ માટે બંધારણની કલમ ૩૭૧(૨) હેઠળ સ્વાયત્ત વિકાસ બોર્ડ આપવાની જાહેરાત અને હુકમ કરાયા હતા.

2. ગુજરાત સરકાર અને રાજ્યના નેતાઓની ભલામણથી તે બંધારણીય હક્ક (વિકાસ બોર્ડ) પાછો ખેંચી લેવાયો અને રદ કરાયો.

3. નર્મદાનું પાણી અને કંડલા કોમ્પ્લેક્સ સહિતના વિકાસ કાર્યોમાં કચ્છ પ્રત્યે સતત બેદરકારી અને અન્યાય થયો.

4. લખપતમાં બોક્સાઈટ-લીગ્નાઈટ આધારિત પ્લાન્ટ્સ તથા ટાસ્ક ફોર્સની ભલામણોનો યોગ્ય અમલ કરવામાં આવ્યો નહીં.

5. આ સતત થતા અન્યાય સામે કચ્છી પ્રજાની અસ્મિતા અને 'કચ્છ પ્રદેશનું અલગ રાજ્ય' સ્થાપવાની ઐતિહાસિક લડતનો ઉલ્લેખ છે. ]
(ક્રમશઃ)
... ..... ..... ...... ...... ....... ........
"Maa News" , "કચ્છીયત" મેગેઝીન અને
"કચ્છ અડભંગ સંઘ" ટ્રસ્ટ
આ ઐતિહાસિક લડતને દરેક કચ્છી માડુ સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છે.

આ શ્રેણી માં વધુ વિગતો જાણવા જોડાયેલા અમારી સાથે,
આપ પણ આ જાગૃતિ નાં યજ્ઞ માં આહૂતિ આપવા આમંત્રિત છો.
આપની વાત, લેખ, વિડિઓ, કવિતા, ચિત્રો, ફોટોગ્રાફી - વિડિઓ આ વિષય સંદર્ભે અમને મોકલી શકો છો.

• તંત્રી ,
જામ જયમલસિંહ એ.બી. જાડેજા
(LL.M., LL.B., M.A., B.J.M.C.)
97 252 06 123
02832 22 61 31 / 32
Mail: [email protected]

31/07/2026
07/06/2026

6 જૂન
The OG
Bhajan Jamming
Part -02
ની મોજ

આજે
7 Jun
The OG
Bollywood Jamming

05/06/2026

બેરોજગારી, પરીક્ષાઓમાં પારદર્શિતાનો
અભાવ અને પેપર લીકના વિવાદો Part 4

05/06/2026

દર પાંચ વર્ષે એક વાર વોટ આપી દેવાનો મતલબ એ નથી કે લોકોની જવાબદારી ત્યાં જ ખતમ થઈ જાય છે. Part 3

Address

1, Aiya Apartment, Near Jubilee Circle
Bhuj
370001

Alerts

Be the first to know and let us send you an email when MAA News LIVE posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to MAA News LIVE:

Shortcuts

Share