16/05/2026
RTE પ્રવેશ પ્રક્રિયા: પ્રથમ રાઉન્ડમાં 515માંથી 469 બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ, 46 નવા બાળકોને બીજા રાઉન્ડમાં પ્રવેશ માટેની યાદી બહાર પાડવામાં આવશે
પોરબંદર જિલ્લામાં RTE અંતર્ગત 91 ખાનગી શાળાઓમાં ધોરણ-1 માટે 515 બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ રાઉન્ડમાં 469 બાળકોએ એડમિશન મેળવી લીધું છે.
પ્રથમ રાઉન્ડમાં કેટલાક બાળકો દ્વારા પ્રવેશ ન લેતા અને 3 બાળકો દ્વારા એડમિશન રદ કરાવતા હવે 43 બેઠકો ખાલી રહી છે.
આથી હવે બીજા રાઉન્ડમાં 46 નવા બાળકોના નામોની યાદી જાહેર કરી ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવશે.