16/08/2026
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગોરખી ગામના વતની ડૉ. ગણેશ બારૈયાની ઊંચાઈ માત્ર ૩ ફૂટ ૪ ઇંચ છે.ઓછી હાઈટને કારણે મેડિકલ કોલેજના MBBSમાં એડમિશનનો ઇન્કાર કર્યો હતો. પરંતુ તેણે હાર ન માની અને સુપ્રીમ કોર્ટ સુધી કાયદાકીય લડત લડ્યો અને જીત મેળવી. ભાવનગરની સરકારી કોલેજમાં MBBS પૂરું કર્યું.
હાલમાં ભાવનગરની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે નોકરી કરી રહ્યા છે.