26/04/2020
ઘોરાજી - ઉપલેટા વિસ્તાર ના ધારાસભ્ય લલીતભાઈ વસોયા પ્રેરીત રાહત રસોડા થી દરરોજ 14 હજાર વ્યક્તિ ઓને ભોજન પ્રસાદ
લલીતભાઈ વસોયા દ્વારા માનવતા ની મહેક : ગરીબ પરિવારો માટે ભોજન વ્યવસ્થા
આજે અખાત્રીજના શુભ દિવસે શુદ્ધ ઘીના ડ્રાય ફુટ ૧૭૦૦૦ લાડુ આપવામાં આવેલ સંતો ની હાજરીમાં
પણ કહેવત છે ને ભગવાન ભૂખ્યો જગાડે છે પણ કોઇને ભૂખ્યો સુવાડતો નથી ત્યારે ધારાસભ્ય લલીતભાઈ વસોયા દ્વારા ગરીબ લોકો ની મદદ કરવા આગળ આવ્યા છે અને ભૂખ્યા સુધી ભોજન પહોંચાડી સેવા કાર્યો માં નિમિત્ત બની રહ્યા છે
ધોરાજી - ઉપલેટા વિસ્તાર ના ધારાસભ્ય લલીતભાઈ વસોયા દ્વારા લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યાર થી સતત ભૂખ્યા લોકો ની આંતરડી ઠારી આશીર્વાદ મેળવી રહયા છે તદ્દ ઉપરાંત જરૂરીયાતમંદ, વેપારી ઓ, નાના-મોટા, ધંધાકીય,ગરીબ લોકો નું તેમજ સવૈ સમાજ નું પણ સાથે સાથે ધ્યાન રાખી રહયા છે.
ત્યારે દરરોજ ધોરાજી-ઉપલેટા-ભાયાવદર વિધાનસભા વિસ્તારમાં ભૂખ્યા ને ભોજન સેવા યજ્ઞ ચલાવી શહેરી વિસ્તાર તેમજ ગામડે રસોઈ પહોંચાડી રહયા છે અને દરરોજ નાં બપોરે અને સાંજે કુલ ૧૪ હજાર ઉપરાંત લોકો પ્રસાદ લઈ રહ્યા છે ત્યારે ધોરાજી, ઉપલેટા,ભાયાવદર સ્થિત ભૂખ્યા ને ભોજન સેવા યજ્ઞ માં રસોયા વિભાગ ના કાર્યકરો ૧૫૦ અને ભોજન દેવા માટે ૭૦૦ કાયૅકરો અને ભોજન માટે ૮ ગાડી ની વ્યવસ્થા કરેલ છે તદ્દ ઉપરાંત વૃદ્ધ લોકો માટે ટીફન ની વ્યવસ્થા કરવામાં આવેલ છે તદ્દ ઉપરાંત ભોજન માં ફુલ મેનુ શાક રોટલી ભાત તેમજ વેજીટેબલ ખીચડી સહિતનું બપોરે અને સાંજે અલગ અલગ ભોજન કરાવવામાં આવી રહ્યું છે
આજરોજ અખાત્રીજના શુભ દિવસે શુદ્ધ ઘીના ડ્રાય ફ્રુટ ના ૧૭૦૦૦ લાડુ પણ આપવામાં આવેલ હતા તેમજ ભોજન સાથે લાડુનો પ્રસાદ આપવામાં સંતો મહંતો ઉપસ્થિત રહેલ આ તકે નકલંક ધામ તોરણીયા સંત શ્રી રાજેન્દ્રદાસબાપુ, વિશ્વ સર કેરાળી સંત મધુસુંદનબાપુ, સ્વામિનારાયણ ગુરુકુળ ખીરસરા સંતો, ચંદ્ર ચેતન્ય સ્વામી, ધોરાજી ઋષિવાડી હનુમાનજી મંદિરના મહંત રામદાસ બાપુ સહિતના ઉપસ્થિત રહ્યા હતા
ધારાસભ્ય લલીતભાઈ વસોયા દ્વારા લોક ડાઉન નાં સમય માં કોઈ ભૂખ્યું સુવે નહીં તેવી નેમ સાથે સતત રસોડું શરૂ કરેલ છે જેમાં શહેરીજનો દ્વારા યથાયોગ્ય રીતે સહકાર આપી રહયા છે ત્યારે દિનેશભાઈ ટોપીયા, વિજયભાઈ વઘાસીયા, જગદીશભાઈ રાખોલીયા, ડી.એલ.ભાષા,મુનાભાઈ રાઠોડ, લાખાભાઈ ભોપાળાં, સહિત નાં આગેવાનો રસોડા માં શ્રમયજ્ઞ કરી જરૂરિયાત મંદ લોકો માટે ભોજન તૈયાર કરવામાં પણ સમય ફાળવી રહયા છે.