કેશોદ ન્યુઝ Keshod News

કેશોદ ન્યુઝ Keshod News કેશોદ ન્યુઝ Keshod News

31/10/2021
કબડ્ડીમાં રાજ્યકક્ષાએ વિજેતા થવા 10 છાત્રાની 2 માસથી રોજ 2 કલાક પ્રેક્ટીસકોયલાણાની આદર્શ વિદ્યા મંદિરને શ્રેષ્ઠ શાળા માટ...
21/10/2021

કબડ્ડીમાં રાજ્યકક્ષાએ વિજેતા થવા 10 છાત્રાની 2 માસથી રોજ 2 કલાક પ્રેક્ટીસ

કોયલાણાની આદર્શ વિદ્યા મંદિરને શ્રેષ્ઠ શાળા માટે એક લાખનું ઇનામ પણ મળ્યું છે
અમારા ગ્રૃપમા જોઇન થવા લીક ખોલો https://www.facebook.com/groups/keshodnewsjnd

કેશોદના કોયલાણાની આદર્શ વિદ્યા મંદિરની વિદ્યાર્થીનીઓએ કબડ્ડીમાં અન્ડર 19 માં જીલ્લાકક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું. આ શાળા જૂનાગઢ જિલ્લાની શ્રેષ્ઠ શાળા હોઇ કલેક્ટરે 1 લાખનું રોકડ ઇનામ પણ આપ્યું છે. આ શાળાના વિદ્યાર્થી ભાઇઓએ રસ્સાખેંચમાં અને બહેનાેએ ખો-ખો અને કબડ્ડીમાં રાજ્યકક્ષા સુધી રમીને ટીમની ઓળખ ઉભી કરી છે. હવે આ શાળાની 10 વિદ્યાર્થીનીઓ રાજ્યકક્ષાએ કબડ્ડીમાં જીતવા છેલ્લા 2 મહિનાથી રોજ 2 કલાક પ્રેક્ટીસ કરે છે.

આ માટે ટીમના કોચ કે. બી. ખાનપરા તેઓને ખોરાક સાદો રાખવાનું કહે છે. આ છાત્રાઓ ભણવાના સિવાયના સમયે પ્રેક્ટીસ કરે છે. તેઓ સ્કુલના સમય કરતાં 1 કલાક વ્હેલી આવી જાય. અને શાળાના સમય બાદ 1 કલાક વધુ રોકાઇને રાજ્યકક્ષાએ વિજેતા બનવાની તૈયારી સાથે આગળ વધી રહી છે.

કેશાેદ પંથકમાં શરદી, ઉધરસ, તાવ, અને કળતરના કેસાે વધી રહ્યાં છે, તેવી જ રીતે કાેરાેનાના કેસમાં પણ ફરી વધારો જાેવા મળી રહ્...
18/10/2021

કેશાેદ પંથકમાં શરદી, ઉધરસ, તાવ, અને કળતરના કેસાે વધી રહ્યાં છે, તેવી જ રીતે કાેરાેનાના કેસમાં પણ ફરી વધારો જાેવા મળી રહ્યાે છે. કાેરાેના છે કે નહી તે માટે એન્ટીજન અને RTPCR ટેસ્ટ જરૂરી છે. સરકાર તમામનું વેક્સિનેેેશન થાય તેવું વિચારી રહી છે. જેની તદ્દન વિરૂધ્ધ પરપ્રાંતિય મજુરાે વેક્સિન ન લેવાની માન્યત્તા ધરાવે છે. એટલુ જ નહી યુવતીઓ અને તેનાં પરિવારમાં એવી માન્યતા ઘર કરી ગઇ છે કે કોરોનાની રસી લીધા બાદ વ્યંધત્વ આવી શકે છે. પરંતુ આ ખોટી માન્યતાનાં કારણે રસી લેવાનું ટાળી રહ્યાં છે.

બીજી તરફ સોરઠમાં મોટી સંખ્યામાં મજુર આવ્યાં છે. આ મજુરાે કયાંથી આવે છે? તેનુું આરાેગ્ય કેવું છે? તેણે વેક્સિન લીધી છે કે નહીં ? તે જે વાહનમાં આવે છે તે વાહન ગાઇડલાઇનનું પાલન કરે છે કે નહીં ? તેવી તંત્ર પાસે કાેઇ જ વિગતાે નથી, તે અંગે અનેક સવાલાે ઉઠી રહ્યાં છે. જેને લઇ વધતાં જતાં કાેરાેના કેસથી સ્થાનીક લાેકાેમાં ફફડાટ ફેલાયાે છે. શહેરની સરકારી હાેસ્પિટલમાં શરદી, તાવ, ઉધરસના દર્દીઓના દરરાેજના 50 થી 60 RTPCR અને 30 થી 40 એન્ટીજન ટેસ્ટ કરાવી રહ્યા છે.

જેમાં ગત અઠવાડિયામાં તાલુકામાં 11 કેસ પાેઝીટીવ જણાયાં હતાં. જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં હાલ ખેતીની સીઝન હોય એક લાખથી વધુ બહારથી મજૂર આવ્યા છે. કોરોનાની રસી લીધી છે કે કેમ તેને લઇ યોગ્ય જવાબ મળતો નથી.

ફેસબૂક ગ્રૃપ કેશોદ https://www.facebook.com/groups/keshodnewsjnd

આજથી સિંહદર્શનનો પ્રારંભ:ચાર મહિના બાદ ગીર અભયારણ્યનાં દ્વાર ખૂલ્યાં, એશિયાટિક લાયન જોવા ઓનલાઇન બુકિંગ ફરજિયાત; પ્રવાસનુ...
17/10/2021

આજથી સિંહદર્શનનો પ્રારંભ:ચાર મહિના બાદ ગીર અભયારણ્યનાં દ્વાર ખૂલ્યાં, એશિયાટિક લાયન જોવા ઓનલાઇન બુકિંગ ફરજિયાત; પ્રવાસનું AtoZ

ચોમાસાની સીઝન અને સિંહ સહિતનાં પ્રાણીઓના સંવનનકાળને કારણે 15 જૂનથી 15 ઓકટોબર સુધી વેકેશન હતું
DCF દ્વારા પ્રવાસીઓના વાહનને લીલીઝંડી આપવામાં આવી

સાસણ ગીર અને ગિરનાર સફારી પાર્કમાં વસવાટ કરતા એશિયાટિક લાયનનું ચાર મહિનાનું વેકેશન આજે પૂર્ણ થતાં પ્રવાસીઓ માટે અભયારણ્યનાં દ્વાર ખોલવામાં આવ્યાં હતાં, આજથી પ્રવાસીઓ એશિયાટિક લાયનને નિહાળી શકશે અને સાથે જંગલમાં સોળે કળાએ ખીલી ઊઠેલી પ્રકૃતિનો પણ લુપ્ત ઉઠાવી શકશે. પ્રથમ દિવસે 60 પરમિટ અગાઉથી જ બુક હોવાથી DCF દ્વારા લીલીઝંડી બતાવી પ્રવાસીઓને સિંહદર્શન માટે રવાના કરવામા આવ્યા હતા.

ચાર મહિનાના વેકેશન બાદ આજથી સિંહદર્શનનો પ્રારંભ
ચોમાસાની સીઝન અને સિંહ સહિતનાં પ્રાણીઓના સંવનનકાળને લીધે પ્રાણીઓને ખલેલ ન પહોંચે તથા ચોમાસાની સીઝનમાં ગીર જંગલના રસ્તા પર જઈ શકાય એવું ન હોવાથી સાસણ ગીર અભયારણ્ય દર વર્ષે તા.15 જૂનથી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે અને ચોમાસાની સીઝન પૂર્ણ થયા પછી ગીર અભયારણ્ય જંગલ અને ગિરનાર જંગલની નેચર સફારી તેના નિયત રૂટ સાથે પ્રવાસીઓ માટે ખૃૂલે છે. એ મુજબ આજે તા.16 ઓકટોમ્‍બરથી પ્રવાસીઓ માટે બન્‍ને જંગલ સફારી ખુલ્લી મૂકવામાં આવી છે. આજથી લઇ આગામી તા.29 ફેબ્રુઆરી સુધી સિંહદર્શન માટે શિયાળુ સત્ર ગણવામાં આવે છે. આ સત્રમાં સિંહદર્શન માટેનો સમય વહેલો હોય છે, જેમાં ગીર જંગલમાં જવા માટે સવારની ટ્રિપનો સમય 6:45 અને 9:45 અને સાંજે 3:30 પછીનો હોય છે, જેને લીઘે પ્રવાસીઓને વધુ ને વધુ ગીરના સિંહોને જોવાનો લહાવો મળી શકે

સિંહદર્શન સાથે પ્રવાસીઓ કુદરતી સૌંદર્યને માણી શકશે
આજે સાસણ ગીર ખાતે વહેલી સવારે 6:45 વાગ્‍યાની ગીર જંગલ સફારીની પ્રથમ ટ્રિપને ડીસીએફ મોહન રામે લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. આ તકે વન વિભાગના અધિકારી, કર્મચારી અને પ્રવાસીઓ મોટી સંખ્‍યામાં હાજર હતા. આ તકે ડીસીએફ મોહન રામે જણાવેલ કે, સાસણ ગીર અને ગિરનાર સફારીની મુલાકાત લેવા ઇચ્‍છતા દેશ-વિદેશના પ્રવાસીઓને કુદરતી સોદર્ય સાથે સિંહ દર્શનનો અનેરો લ્‍હાવો મળશે. કારણ કે, ચાલુ વર્ષે ગીર જંગલમાં પડેલ ભારે વરસાદના કારણે હજુ ગીર જંગલ વિસ્‍તારના નદી નાળાઓમાં પાણીના ખળખળ ધોધ વહેતા જોવા મળી રહ્યા છે તો લીલોતરી પણ વધુ પ્રમાણમાં ખીલી હોવાથી કુદરતી સોદર્યનો અદભુત નજારો જોવાનો લ્‍હાવો મળશે. લીલોતરીના કારણે જંગલનું કુદરતી સોદર્ય સોળે કળાએ ખીલ્‍યુ હોવાથી સિંહ સહિતના તમામ પ્રાણીઓ ખુશખુશાલ જોવા મળશે.

આજે સવારની પ્રથમ ટ્રીપમાં ગીર જંગલના અલગ-અલગ રૂટ પર ગયેલા તમામ પ્રવાસીઓ સિંહ, સિંહણ અને બાળ સિંહ સહીતનાં વન્યજીવો અને કુદરતી સોદર્યના દર્શન કરી રોમાંચિત થઇ ગયા હતા. સિંહદર્શન કરવા જતા પ્રવાસીઓએ સરકાર દ્વારા કોરોના અંગેની ગાઈડલાઈન મુજબ માસ્ક,સોશિયલ ડિસ્ટન્સ સહિતની બાબતનું પાલન કરવાનું રહેશે.

સાસણ ગીર જંગલ સફારી અને ગિરનાર નેચર સફારીમાં ઓનલાઈન પરમિટ અનિવાર્ય
દેશ-વિદેશમાંથી એશિયાટીંક સિંહોના દર્શનનો લ્‍હાવો લેવા આવતા પ્રવાસીઓ માટે સાસણ ગીર જંગલમાં જવા માટે સવારે 6 અને 9 વાગ્‍યે તથા બપોરે 3 વાગ્‍યે ટ્રીપનું આયોજન કરાયેલ છે. ત્રણેય ટ્રીપમાં 60-60 ટ્રીપો મળી એક દિવસની કુલ 180 ટ્રીપો પ્રવાસીઓ માટે ઉપલબ્‍ઘ હોય છે. જયારે જૂનાગઢ ખાતે શરૂ કરાયેલ ગિરનાર સફારી પાર્કમાં દિવસની 12 ટ્રીપ ઉપલબ્‍ઘ છે. બંન્‍ને જંગલ સફારીની ટ્રીપો માટે પ્રવાસીઓ વન વિભાગની ઓફિશિયલ વેબસાઇટ https://girlion.gujarat.gov.in પરથી પરમિટ બુક કરી શકે છે.

સ્થાનિક લોકોની રોજગારીમાં વધારો થવાની આશા
અત્રે નોંઘનીય છે કે, સાસણ ગીર જંગલ અને ગિરનાર સફારી પાર્ક પ્રવાસીઓ માટે આજથી ખૂલ્‍લું મુકવામાં આવતા સાસણ ગીરના 178 જેટલા ગાઈડ અને 70 થી વધુ જિપ્સી ચાલકોના ધંધા-રોજગાર ફરી ધમધમતા થયા છે. તો સાસણ ગીરના સ્થાનીક હોટેલ-રિસોર્ટ ઉઘોગોને પણ વેગ મળશે. કારણ કે, હાલ કોરોના હળવો હોવાથી હવે લોકો છુટથી હરવા ફરવા નિકળી રહયા છે. ગત મહિને જન્‍માષ્‍ટમી પર્વે જ તેની ઝલક રાજયના તમામ પર્યટનો સ્‍થળોએ ઉમટેલ પ્રવાસીઓની ભીડથી જોવા મળી હતી. જેના લીઘે આગામી દિવાળી તહેવારોના મિની વેકેશનમાં મોટી સંખ્‍યામાં પ્રવાસીઓ સાસણ ગીરની મુલાકાતે આવશે તેવી આશા સ્‍થાનીક વેપાર સાથે જોડાયેલા લોકો વ્‍યકત કરી રહયા છે.

દેવળિયા પાર્ક અને આંબરડી પાર્કમાં પણ સિંહદર્શન થઈ શકે છે
સાસણ ગીર આવતા ઘણા પ્રવાસીઓને ઘણી વખત જંગલ સફારી હાઉસફુલ થઈ જતી હોવાથી લ્હાવો મળતો નથી. જેને ધ્યાને રાખી વન વિભાગ દ્વારા સાસણમાં દેવળીયા પાર્ક અને અમરેલી જિલ્લાના ધારી પાસે આંબરડી પાર્ક વિકસાવવામાં આવ્યો છે. આ બંન્ને જંગલના ચોક્કસ કોર્ડન કરેલ વિસ્તારમાં બનાવવામાં આવ્યા છે. જેમાં ત્રણ થી લઈ આઠ જેટલા સિંહ સહિતના વન્યપ્રાણીઓ પ્રવાસીઓને ચોક્કસ જોવા મળે છે. આ બંન્ને પાર્કમાં પ્રવેશ માટે પાર્કના. એન્ટ્રી ગેટ પરના કાઉન્ટર પરથી જ પ્રવાસીઓને ટિકિટ મળે તેવી વ્યવસ્થા કાર્યરત હોય છે. જેનો મોટી સંખ્યામાં પ્રવાસીઓ લાભ લઇ છે.

ફેસબૂક ગ્રૃપ કેશોદ https://www.facebook.com/groups/keshodnewsjnd

કેશોદના ચર ગામે ફીડરમાં વારંવાર વીજળી ગાયબ થઇ જતાં ખેડૂતોએ PGVCLને રજૂઆત કરીખેડૂતોએ PGVCL કચેરીએ રૂબરૂ જઈ સમસ્યા હલ કરવા...
17/10/2021

કેશોદના ચર ગામે ફીડરમાં વારંવાર વીજળી ગાયબ થઇ જતાં ખેડૂતોએ PGVCLને રજૂઆત કરી

ખેડૂતોએ PGVCL કચેરીએ રૂબરૂ જઈ સમસ્યા હલ કરવા લેખિતમાં આવેદનપત્ર આપ્યું
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ચર ગામે આવેલાં બાલાજી ફિડર હેઠળ આવતાં વિજ ગ્રાહકો દ્વારા મરામત કરવામાં ન આવતાં વારંવાર વિજપુરવઠો ખોરવાઈ જતો હોવાથી પરેશાન ખેડુતોએ નાયબ ઇજનેર ગ્રામ્ય પીજીવીસીએલને રૂબરૂ રજૂઆત કરી છે. ખેડૂતોએ લેખિતમાં આવેદનપત્ર આપી સત્વરે સમસીયા હલ કરવા બાબતે હકારાત્મક અભિગમ અપનાવવા માંગ કરી છે.

કેશાદના ચર ગામે બાલાજી ફીડરમાં વારંવાર ફોલ્ટ થતો હોવાથી લાઇટ જતી રહેતાં ખેડુતોએ ગ્રામ્ય 2ના નાયબ ઇજનેરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, પીજીવીસીએલ તંત્ર જુના વિજ વાયરો બદલાવતી ન હોય, ટીસી પોલ પર લાેખંડના એંગલ ખરાબ હાલતમાં હોય, નડતરરૂપ વૃક્ષો કાપી મેન્ટેનન્સ કરવામાં આવતું ન હોવાથી વારંવાર વિજ ફોલ્ટ સર્જાઈ છે. એક વખત વીજ પ્રવાહ જતો રહ્યાં બાદ ફરી કયારે આવે કહી શકાય તેવી પરિસ્થિતી નિર્માણ થતાં ખેડુતોમાં રોષ જોવા મળે છે.

આ અંગે અનેકવાર વારંવાર મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી હતી. તેમ છતાં કામગીરી ન થતાં આજરોજ ખેડૂતો પીજીવીસીએલ કચેરીએ દોડી આવી રૂબરૂમાં રજુઆત કરી આવેદન આપ્યું હતું. જેમાં તાત્કાલીક મેન્ટેનન્સ કરવા ખેડુતતોએ માંગણી કરી છે.

ફેસબૂક ગ્રૃપ કેશોદ https://www.facebook.com/groups/keshodnewsjnd

આંદોલન:20 ઓકટોબરે પીજીવીસીએલના 1,000 કર્મીઓ કરશે આંદોલન20 ઓકટોબરે પીજીવીસીએલના 1,000 કર્મી, અધિકારીઓ આંદોલન કરશે તેવી પી...
17/10/2021

આંદોલન:20 ઓકટોબરે પીજીવીસીએલના 1,000 કર્મીઓ કરશે આંદોલન

20 ઓકટોબરે પીજીવીસીએલના 1,000 કર્મી, અધિકારીઓ આંદોલન કરશે તેવી પીજીવીસીએલને આખરી નોટીસ પાઠવાઇ છે.

આ અંગે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ, જૂનાગઢના વર્તુળ મંત્રી ડી.ડી. વીછીએ જણાવ્યું છે કે, વર્ગ 3 અને 4ના કર્મીની જુનિયર આસિસ્ટન્ટ તરીકે ભરતી કરવી, ફરજ દરમિયાન મૃત્યુ પામેલા કર્મીના વારસને નોકરી આપવી,કોરોનામાં થયેલ મોતમાં 25,00,000નું ચૂકવણું, કચેરીની બદલીમાં અપાયેલી નવી સત્તા રદ કરવી, નનામી ફરિયાદમાં કાર્યવાહી બંધ કરવી સહિતના પ્રશ્નોની લાંબા સમયથી રજૂઆતો કરવા છત્તાં પીજીવીસીએલના વિજકર્મીઓના પડતર પ્રશ્નો ઉકેલાતા નથી. ત્યારે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા પીજીવીસીએલના મેનેજીંગ ડાયરેકટરને આંદોલનની અંતિમ નોટીસ આપવામાં આવી છે. નોટીસમાં જણાવાયું છે કે, અગાઉ ટૂંક સમયમાં પ્રશ્નોનું નિરાકરણ કરવાની પીજીવીસીએલ મેનેજમેન્ટ દ્વારા ખાત્રી અપાઇ હતી જેથી યુનિયન દ્વારા લડત મુલત્વી રખાઇ હતી.

ફેસબૂક ગ્રૃપ કેશોદ https://www.facebook.com/groups/keshodnewsjnd

કોરોના કેશોદનો કેડો નથી મુકતો:કેશોદમાં કોરોનાનો વધુ 1 કેસ, કુલ એક્ટિવ કેસ 10જૂનાગઢ જિલ્લાના કેશોદનો કોરોના કેડો મૂકતો નથ...
16/10/2021

કોરોના કેશોદનો કેડો નથી મુકતો:કેશોદમાં કોરોનાનો વધુ 1 કેસ, કુલ એક્ટિવ કેસ 10

જૂનાગઢ જિલ્લાના કેશોદનો કોરોના કેડો મૂકતો નથી. શુક્રવારે વધુ 1ને કોરોના પોઝિટીવ આવતા કુલ એક્ટિવ કેસની સંખ્યા 10એ પહોંચી છે. આ અંગે મળતી વિગત મુજબ કેશોદમાં 8 ઓકટોબરે કોરોના પોઝિટીવ 2 કેસ નોંધાયા હતા. ત્યારથી કોરોનાએ જાણે સ્પિડ પકડી રાખી છે.

11 ઓકટોબરે વધુ 2 કેસ આવ્યા, સામે 2 ને ડિસ્ચાર્જ કરાયા. 13 ઓકટોબરે વધુ 5 કેસ, 14 ઓકટોબરે 2 કેસ અને 15 ઓકટોબરે ફરી 1 કેસ નોંધાયો છે. આમ, અત્યાર સુધીના કુલ 12 કેસમાંથી 2 ડિસ્ચાર્જ થતા હજુ કોરોનાના 10 કેસ એક્ટિવ રહ્યા છે. હવે 10 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 10 ઘરના 28 લોકોનો સમાવેશ થાય છે. દરમિયાન દશેરાના કારણે વેક્સિનેશનને પણ જાણે અસર થઇ હોય તેમ શુક્રવારે જૂનાગઢમાં માત્ર 20 અને ગ્રામ્યમાં 1,637 મળી કુલ 1,657ને જ વેક્સિન અપાઇ છે.

Address

Char Chowk
Keshod
362220

Website

Alerts

Be the first to know and let us send you an email when કેશોદ ન્યુઝ Keshod News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share