Apanu Ajab keshod આપણૂં અજાબ કેશોદ

  • Home
  • India
  • Keshod
  • Apanu Ajab keshod આપણૂં અજાબ કેશોદ

Apanu Ajab keshod આપણૂં અજાબ કેશોદ ajab

અકસ્માતો અટકાવવા માટે કરાયો પ્રયાસ:કેશોદના અજાબ પાસે પુલ સંરક્ષણ દિવાલ તૂટતા રેતીની બોરીઓ મૂકી દેવામાં આવીસીટી ઇન્ફો વોટ...
08/11/2022

અકસ્માતો અટકાવવા માટે કરાયો પ્રયાસ:કેશોદના અજાબ પાસે પુલ સંરક્ષણ દિવાલ તૂટતા રેતીની બોરીઓ મૂકી દેવામાં આવી

સીટી ઇન્ફો વોટ્સએપ ગ્રૃપમાં જોઇન થવા નીચેની આપેલ લીંક ખોલો

https://chat.whatsapp.com/CPH3cFubVQ3Eeu9mTDymm5

ગામલોકો દ્વારા અકસ્માતો અટકાવવા માટે કરાયો પ્રયાસ, છાશવારે બની રહ્યાં છે બનાવો

કેશોદ થી અજાબ જતાં ગામ નજીક રોડ પર આવેલ પુલની સરંક્ષણ દિવાલ તૂટી પડતાં વારંવાર અકસ્માત સર્જાય છે અને સ્પિડમાં જતાં વાહનો ચાલકના સ્ટેયરિંગ પર કાબુ ગુમાવતાં વોકળા ગબડી પડે છે. આ રોડ સ્ટેટ માર્ગ અને મકાન વિભાગની કચેરી હેઠળ આવતો હોય ગામના સરપંચ મગનભાઈ અઘેરા દ્વારા વારંવાર સંરક્ષણ દિવાલ બનાવવા રજૂઆતો કરવામાં આવી રહી છે.

છતાં કચેરી દ્વારા વિલંબ કરવામાં આવી રહ્યો છે. આ પુલ પર તાજેતરમાં જુદી જુદી 3 ઘટનામાં 2 બાઈક અને એક કાર ખાડામાં ગબડી જઈ પડી હતી. જેમાં બાઈક ની 2 ઘટનામાં બંનેના મોત નિપજ્યાં હતા. જયારે કાર પલ્ટી મારવાની ઘટનામાં નસીબ જોગે આસપાસના ખેડૂતોએ પહોંચતાં કારના દરવાજા તોડી ડ્રાઇવરને બહાર કાઢવામાં આવ્યો હતો.

સદનસીબે તેમનો બચાવ થયો હતો એવી જ રીતે અગાઉ પણ અનેક વખત અકસ્માત સર્જાયાં છે જેને લઈ વોકળામાં પડતાં વાહનોને બચાવવા ગામલોકો દ્વારા પુલની તૂટેલી સંરક્ષણ દિવાલની જગ્યાએ રેતી ભરેલી પ્લાસ્ટીક બોરીઓ રાખવામાં આવી છે. આ માટે ગામલોકો દ્વારા સંરક્ષણ દિવાલ બનાવવા માંગ કરાઈ રહી છે.

શું કહે છે અધિકારી ?
કેશોદ આર એન્ડ બી નાયબ કાર્યપાલક ઇજનેર નાઘેરાએ બબ્બે વખત દરખાસ્ત મોકલી હોવાનું કહી સરપંચના સંપર્કમાં હોય વહેલાંમાં વહેલું પુલનું કામ થાય તેવા પ્રયત્નો ચાલું હોવાનું જણાવ્યું હતું

આ સમાચાર સીટી ઇન્ફો વોટ્સએપ ગ્રૃપ પર થી મળેલ છે

આક્ષેપ:અજાબ ગ્રામ પંચાયત જર્જરીત પાણીનો ટાંકો દુર કરવા ગુમરાહ કરે છે: કોંગ્રેસપંચાયત ઠરાવ કરી વોટર ટેંક દુર કરી શકે: પાણ...
01/08/2021

આક્ષેપ:અજાબ ગ્રામ પંચાયત જર્જરીત પાણીનો ટાંકો દુર કરવા ગુમરાહ કરે છે: કોંગ્રેસ
પંચાયત ઠરાવ કરી વોટર ટેંક દુર કરી શકે: પાણી પુરવઠા બોર્ડ વિભાગ

કેશોદના અજાબ ગામે આંબલા રોડ પર 1 લાખ લીટરની 35 વર્ષ જુની ઓવરહેડ ટેંક આવેલી છે. જે જર્જરીત હોવાથી તેમાં 1 વર્ષથી પાણી ભરવામાં આવતું નથી અને દુર પણ કરાતી ન હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. જર્જરીત ટેંક ધારાસાયી થવાનો ડર હોવાથી કોંગ્રેસના જીલ્લા અને તા.પં. સદસ્યો દ્વારા સ્થળ પર જઇ વિરોધ વ્યક્ત કરી હટાવવા માંગ કરી હતી. એક દિવસ અગાઉ કેશોદના ખીરસરા ગામે ઓવરહેડ ટેંક ધારાસાયી થવાની ઘટના બની હતી જેને લઇ તાલુકામાં જે પણ જગ્યાએ ટેંક જર્જરીત હાલતમાં હોય આવી પાણીની ટેંક કોઇ મોટો અકસ્માત સર્જે તે પહેલાં દુર કરવા માંગ ઉઠવા પામી છે.

તેવા સમયે અજાબ ગામલોકોએ કોંગ્રેસ પક્ષના જી.પં. સદસ્ય ધર્મિષ્ઠાબેન કમાણી, તા.પં. સદસ્ય નિલેશભાઇ અઘેરા અને મહેશભાઇ સેલવડા તેમજ પ્રફુલભાઇ કમાણી સહિતના આગેવાનો રજૂઆત કરી હતી. જે બાબતે તલાટી મંત્રી અને સરપંચ પ્રતિનીધીના નિવેદનમાં વિસંગતત્તા જાેવા મળતાં કોંગ્રેસ દ્વારા ગ્રામજનોને પંચાયત ગુમરાહ કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

ગ્રા. પં.ના નિવેદનમાં બદલાવ
અજાબ તલાટી મંત્રી અંકિતભાઇ મહેતાએ 3 મહિના પહેલા મંજુરી માંગવામાં આવી હોય, સરપંચ પ્રતિનીધી રણછોડભાઇ વડારિયાએ 8 મહિના પહેલાં મંજુરી માંગવામાં આવી છે.

ગ્રામ પંચાયત ઠરાવ કરી શકે
પાણી પુરવઠા બોર્ડ કેશોદ નાયબ કાર્યપાલક ઇજનેર મેરિયાના જણાવ્યા મુજબ અજાબ ગામે આવેલ જર્જરીત ઓવરહેડ ટેંક પંચાયત હસ્તક હોય તે ઠરાવ કરી દુર કરી શકે તેવો લેટર એપ્રિલ મહિનામાં લખી ગ્રામ પંચાયતને જાણ કરી દીધી છે.

02/01/2021

પોસ્ટના એજન્ટ સામે છેતરપિંડીની ફરિયાદ, પોલીસે 70નાં નિવેદન લીધા લોકોએ 10 હજારથી 5 લાખ સુધીની રકમ ગૂમાવી જૂનાગઢ પોસ્ટના એજન્ટ સામે 35.89 લાખની છેતરપિંડીની સી ડિવીઝનમાં ફરિયાદ નોંધાઇ છે. આ સાથે ભોગ બનેલા 70 થી વધુ લોકોને સાહેદ તરીકે જોડવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન લોકોએ 10 હજારથી લઇને 5 લાખ રૂપિયા સુધીની રકમ ગૂમાવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ અંગે મળતી વિગત મુજબ પોસ્ટના એજન્ટ તરીકે ભરતભાઇ નારણભાઇ પરમાર અને તેમના પુત્ર તુષાર ભરતભાઇ પરમારે લોકો પાસેથી પોસ્ટમાં રોકવાના નામે નાણાં ઉઘરાવ્યા હતા.

જોકે, બાદમાં આ નાણાં પોસ્ટમાં જમા કરાવ્યા ન હતા. જ્યારે લોકોના વિશ્વાસ માટે પોસ્ટ વિભાગની ખોટી બુકો તેમજ પહોંચ બનાવી આપતો હતો. દરમિયાન લાંબા સમય સુધી લોકોને નાણાં ન મળતા આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે, ભરત પરમાર રફૂચક્કર થઇ ગયો છે. વધુ તપાસમાં જાણવા મળ્યું કે,

કેટલાક ગ્રાહકોના તો પોસ્ટમાં ખાતા જ ખુલ્યા નથી! જ્યારે જે ખાતા ખુલ્યા હતા તેમાંથી રકમ ઉપાડી લીધી હતી! બાદમાં પિતા,પુત્ર સામે સી ડિવીઝન પોલીસમાં વેજાણંદભાઇ આહિર અને સાહેદ તરીકે દ્વારિકાપુરીમાં રહેતા શાન્તાબેન અમરશીભાઇ રાઠોડ, મધુરમ નાગરિક સોસાયટીમાં રહેતા હેમતભાઇ વ્રજલાલભાઇ ભટ્ટ અને મધુરમ બાલાજી ડ્રીમ સિટીમાં રહેતા નરેન્દ્રભાઇ દામજીભાઇ રાઠોડે 35,89,750 ની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે. દરમિયાન કુલ 70 થી વધુ લોકોના હાલ સી ડીવીઝનમાં નિવેદન લેવામાં આવી રહ્યા છે, જેમને ફરિયાદમાં સાહેદ તરીકે જોડવામાં આવશે. આવા લોકોએ 10 હજારથી લઇને 5,00,000નું રોકાણ કરી રકમ ગૂમાવી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. આ બનાવ અંગે પીએસઆઇ પી.જે. બોદરે તપાસ હાથ ધરી છે

Address

Keshod
362229

Website

Alerts

Be the first to know and let us send you an email when Apanu Ajab keshod આપણૂં અજાબ કેશોદ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share