KalTak24 News

KalTak24 News Visit us on : Website : https://www.kaltak24news.com/

ગુજરાતી સમાચાર માટે સૌથી મોટી ગુજરાતી વેબસાઇટમાંથી એક છે. લાઇવ, બ્રેકિંગ ન્યૂઝ અને વીડિયો જોવા માટે અમારા પેજને લાઇક અને ફોલો કરો.

અમારી વેબસાઇટ https://www.kaltak24news.com/ ગુજરાતના સમાચાર, દેશ-દુનિયાના સમાચાર,રાજકારણ ના સમાચાર,ફોટો,વેબસ્ટોરી,સાથે મનોરંજન,ક્રિકેટ અને લાઇફસ્ટાઇલથી જોડાયેલી જાણકારી મેળવી શકો છો..

સુરત નજીક વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો
25/08/2026

સુરત નજીક વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો

25/08/2026

અમરેલીના દૂધાળામાં 27 ઓગસ્ટે અમિત શાહના હસ્તે કરાશે ‘ગુજરાત ગૌરવ સરોવર’નું લોકાર્પણ | KalTak24 News| Amreli

પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાએ બનાવ્યું બીજું સરોવર, દૂધાળામાં 4 કરોડથી વધુના ખર્ચે તૈયાર ‘ગુજરાત ગૌરવ સરોવર’નું 27મીએ લોકાર્પણ, ગુજરાત ગૌરવ સરોવરનું લાઠી ખાતે આગામી 27 ઓગસ્ટે સવારે 10 વાગ્યે ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.લોકાર્પણ પૂર્વે ગુજરાત ગૌરવ સરોવરનો ભવ્ય ડ્રોન નજારો સામે આવ્યો છે.રાજ્ય સરકારના સહયોગથી ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા આ વિસ્તાર માં જળસંચય અભિયાન હાથ ધરાયું છે ચાલુ સીઝન ના વરસાદ માં સરોવર છલકાઈ જતા તેના આકાશી ડ્રોન નો નજારો સામે આવ્યો....

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 500 નવા અત્યાધુનિક ‘112- જનરક્ષક’ વાહનોનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું🔸સમગ્ર ગુજરાતમાં 2...
25/08/2026

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 500 નવા અત્યાધુનિક ‘112- જનરક્ષક’ વાહનોનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું

🔸સમગ્ર ગુજરાતમાં 24 કલાક કુલ 1,000 ‘જનરક્ષક’ વાહનો ઇમરજન્સી રિસ્પોન્સ માટે તૈનાત

🔸નવા વાહનો અને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી ટૂંક સમયમાં રિસ્પોન્સ ટાઈમ 8 મિનિટથી નીચે લાવવાનો લક્ષ્યાંક

🔸ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી જેવી એપ્સમાં પણ 112 પેનિક બટનનું ઇન્ટિગ્રેશન કરવામાં આવ્યું



સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો 59મો પદવીદાન સમારોહ યોજાયોરાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં સુરતની વ...
24/08/2026

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો 59મો પદવીદાન સમારોહ યોજાયો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો 59મો પદવીદાન સમારોહ યોજાયો, 37,305 વિદ્યાર્થીઓને પદવીઓ અને 93 વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ની પદવી એનાયત, રાજ્યપાલએ યુવાનોને રાષ્ટ્રનિર્માણ અને આત્મનિર્ભર ભારત માટે યોગદાન આપવા આહ્વાન કર્યું

24/08/2026

ગુજરાત પોલીસના કાફલામાં 500 નવા વાહનો, 112 ઈમરજન્સી સેવા બનશે વધુ મજબૂત

ગુજરાત પોલીસના કાફલામાં 500 નવા વાહનો જોડાશે. 112 જનરક્ષક વાહનો સાથે ઈમરજન્સી સેવા વધુ મજબૂત બનશે. નવા વાહનો સાથે કુલ 1,000 વાહનો 24x7 ઈમરજન્સી સેવામાં તૈનાત રહેશે. ટેક્નોલોજી અને CAD સિસ્ટમથી પોલીસનો રિસ્પોન્સ ટાઈમ પણ વધુ ઝડપી બન્યો છે.

24/08/2026

ગાઢ જંગલ અને ઊંચા પર્વતો વચ્ચેથી પસાર થતી વંદે ભારત ટ્રેનનો વીડિયો જોઈ તમે પણ કહેશો કે આ દૃશ્ય ખરેખર સ્વપ્ન જેવું છે, જુઓ Viral Video

24/08/2026

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના ગર્ભગૃહમાં હિમાલય થીમ આધારિત શિવસ્વરૂપ દિવ્ય શણગાર | KalTak24 News | Botad

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજરોજ શ્રી કષ્ટભંજનદેવ મંદિરના ગર્ભગૃહમાં હિમાલય થીમ આધારિત શિવસ્વરૂપ શણગાર કરાયો હતો. દાદાને શિવજીના રૂપમાં રૂદ્રાક્ષની માળાઓ, વાઘામ્બર અને શીશ પર અર્ધચંદ્ર સાથે વિશેષ શણગારવામાં આવ્યા હતા. આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામીદ્વારા કરવામાં આવી હતી. આ અનેરા દર્શનનૉ લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ.

23/08/2026

પૂરગ્રસ્તોની વ્હારે પી.પી. સવાણી ગ્રુપ : ‘સેવા પરમો ધર્મ’ અંતર્ગત 500થી વધુ અસરગ્રસ્ત પરિવારોને કેશડોલથી આર્થિક સહાયનો સંવેદનશીલ પ્રયાસ | KalTak24 News| Surat

પૂરના પ્રકોપને કારણે અનેક પરિવારોના ઘરવખરી સહિત જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓને ભારે નુકસાન થયું છે. આવા કપરા સમયમાં પૂરગ્રસ્ત પરિવારોને આર્થિક સહારો મળી રહે તે હેતુથી પી.પી. સવાણી ગ્રુપ, પી.પી. સવાણી હોસ્પિટલ અને ઈ.એમ. ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ‘સેવા પરમો ધર્મ’ના સંકલ્પ સાથે કેશડોલ સહાયનું આયોજન કરવામાં આવ્યું હતું.સરથાણા-સીમાડા વિસ્તારમાં ખાડીપુરથી અસરગ્રસ્ત થયેલા જરૂરિયાતમંદ પરિવારો માટે કપોદ્રા સ્થિત જે.બી. ધારૂકાવાળા કોલેજ કેમ્પસના સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલના તાપી ઓડિટોરિયમ ખાતે આર્થિક સહાય અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ધર્મરાજ પાર્ક, વાલમનગર વિભાગ-1 અને 2, શુભમ પાર્ક, સિદ્ધાર્થનગર, સ્વાગત સોસાયટી તેમજ સ્વામિનારાયણ નગર વિભાગ-1 અને 2 સહિતના વિસ્તારોના 500થી વધુ પૂરગ્રસ્ત પરિવારોને કેશડોલના સ્વરૂપમાં આર્થિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પૂરના પાણીથી અનેક પરિવારોની ઘરવખરી અને વર્ષોની મહેનતનો સામાન નષ્ટ થયો હતો. કેટલાક વિસ્તારોમાં મકાનોમાં સાત ફૂટ સુધી પાણી ભરાઈ જતાં પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આવા સમયે વલ્લભભાઈ પી. સવાણી -પી.પી. સવાણી ગ્રુપ દ્વારા કરવામાં આવેલી આર્થિક સહાયથી અસરગ્રસ્ત પરિવારોને ફરીથી જીવન ગોઠવવામાં મદદ મળશે.

કેશડોલની આર્થિક સહાય મેળવનાર દરેક નાગરિકને પોતાના ઘર પાસે એક છોડ વાવી તેની નિયમિત જાળવણી કરવાની અપીલ કરવામાં આવી હતી. આર્થિક સહાયની સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંદેશ આપતા આ પ્રયાસ થકી સેવા સાથે હરિયાળી જાળવવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો

Mahesh Savani Praful Pansheriya


મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અમેરિકા પ્રવાસનો સાતમો દિવસ; ‘ગરવી ગુજરાત ગ્લોબલ ન્યૂજર્સી’ કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું ...
23/08/2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અમેરિકા પ્રવાસનો સાતમો દિવસ; ‘ગરવી ગુજરાત ગ્લોબલ ન્યૂજર્સી’ કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું ગુજરાતી ડાયસ્પોરાને સંબોધન...

મુખ્યમંત્રીએ ગુજરાતી ડાયસ્પોરા સાથે યંગ CEO મીટમાં યુવા ઉદ્યોગસાહસિકો અને વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો; તેમજ ‘ગરવી ગુજરાત ગ્લોબલ ન્યૂજર્સી’ કાર્યક્રમમાં ગુજરાતી ડાયસ્પોરાને રાજ્યની વિકાસ યાત્રામાં ભાગીદાર બનવા આહવાન કર્યું...

આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 11મી આવૃત્તિનો ઉલ્લેખ કરીને અમેરિકા અને કેનેડામાં વસતા ગુજરાતી તથા ભારતીય સમુદાયને ગુજરાતમાં આવી રોકાણ કરવાની તકનો લાભ લેવા મુખ્યમંત્રીએ આમંત્રણ આપ્યું...
ગુજરાત આજે દેશના આર્થિક વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતે માત્ર વર્તમાન વિકાસને જ નહીં, પરંતુ ભવિષ્યને ધ્યાનમાં રાખીને નીતિલક્ષી આયોજન કર્યું: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીનું ભારતીય સમુદાયને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સહભાગી થઈ ગુજરાતમાં રોકાણ કરવા આહવાન

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે : મુખ્યમંત્રી

Address

Surat

Alerts

Be the first to know and let us send you an email when KalTak24 News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to KalTak24 News:

Shortcuts

Share