Gujarat Headline News

Directions Website

Gujarat Headline News Gujarat Headline News

બરોડા ડેરી ચૂંટણીમાં રાજકીય ગરમાવો! ભાજપની સેન્સ પ્રક્રિયા પહેલા જ 13 ડિરેક્ટરોએ ફોર્મ ભર્યાવડોદરાવડોદરા જિલ્લાની અગ્રણી...
25/02/2026

બરોડા ડેરી ચૂંટણીમાં રાજકીય ગરમાવો!
ભાજપની સેન્સ પ્રક્રિયા પહેલા જ 13 ડિરેક્ટરોએ ફોર્મ ભર્યા

વડોદરા
વડોદરા જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા બરોડા ડેરી ની 18 માર્ચે યોજાનારી ચૂંટણી માટે ભાજપ પ્રેરિત પેનલના 13 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી. વર્તમાન ચેરમેન દિનેશ પટેલ (દિનુમામા), વાઇસ ચેરમેન જી.બી. સોલંકી અને સંગ્રામ રાઠવા સહિતના અગ્રણીઓ મેદાનમાં.
દિનુમામાએ આ તેમની અંતિમ ચૂંટણી હોવાનું જાહેર કર્યું.સામા પક્ષે પાદરા APMC ના પૂર્વ ચેરમેન ભાસ્કર પટેલે ઉમેદવારી નોંધાવી ગંભીર આક્ષેપો કર્યા. 26 ફેબ્રુઆરી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. 1071 મતદારો નક્કી કરશે નવા બોર્ડનું ભવિષ્ય.

ગુજરાત સરકારની ડ્રગ્સ વિરુદ્ધ 'ઝીરો ટોલરન્સ' નીતિછેલ્લા 2 વર્ષમાં રૂ. ૩,૭૨૭ કરોડનો ડ્રગ્સ પકડાયોગાંધીનગરગુજરાત સરકારે ડ્...
25/02/2026

ગુજરાત સરકારની ડ્રગ્સ વિરુદ્ધ 'ઝીરો ટોલરન્સ' નીતિ
છેલ્લા 2 વર્ષમાં રૂ. ૩,૭૨૭ કરોડનો ડ્રગ્સ પકડાયો

ગાંધીનગર
ગુજરાત સરકારે ડ્રગ્સ મુક્ત રાજ્ય માટે ટોપ-ટુ-બોટમ કાર્યવાહી શરૂ કરી છે.છેલ્લા 2 વર્ષમાં રૂ. ૩,૭૨૭ કરોડનો ડ્રગ્સ પકડાયો છે. અને 1,647 ગુના નોંધાયા છે.
41,000 કિલો નશાના કારોબાર પર્દાફાશ કરાયો છે. અને ડ્રગ્સ માફિયાઓની મિલકતો પર કડક કાર્યવાહી કરાઈ છે .
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય મંત્રી કૌશિક વેકરિયા દ્વારા કડક સંદેશ આપ્યો છે કે. ગુજરાતમાં ‘ડ્રગ્સ માટે જગ્યા નહીં’

ગુજરાતમાં 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ15.27 લાખ વિદ્યાર્થી આપશે પરીક્ષાઅમદાવાદગુજરાતમાં આવતીકાલ 26 ફેબ્રુઆરી...
25/02/2026

ગુજરાતમાં 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ
15.27 લાખ વિદ્યાર્થી આપશે પરીક્ષા

અમદાવાદ
ગુજરાતમાં આવતીકાલ 26 ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની એટલે કે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ નો પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે રાજ્યભરમાંથી કુલ 15 લાખ 27 હજાર વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષાને લઈને શહેરો અને જિલ્લા સ્તરે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યમાં ધોરણ 10માં કુલ 9 લાખ 7 હજાર 175 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જે પૈકી 7 લાખ 69 હજાર 994 નિયમિત વિદ્યાર્થીઓ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5 લાખ 1 હજાર 286 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમાંથી 4 લાખ 37 હજાર 274 નિયમિત વિદ્યાર્થીઓ છે.
જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ 19 હજાર 263 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જે પૈકી 1 લાખ 11 હજાર 294 વિદ્યાર્થીઓ નિયમિત છે.

“સજા વચ્ચે પણ સપના અધૂરા નથી!”વડોદરા સેન્ટ્રલ જેલમાં 14 કેદીઓ ધોરણ 10-12ની પરીક્ષા આપશેવડોદરા26 ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્...
25/02/2026

“સજા વચ્ચે પણ સપના અધૂરા નથી!”
વડોદરા સેન્ટ્રલ જેલમાં 14 કેદીઓ ધોરણ 10-12ની પરીક્ષા આપશે

વડોદરા
26 ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડ પરીક્ષામાં વડોદરા સેન્ટ્રલ જેલ ના 14 કેદી પરિક્ષાર્થી તરીકે બેસશે .ધોરણ 10ના 8, ધોરણ 12ના 4 અને દાહોદના 2 કેદી સાથે શિક્ષણ તરફ એક નવી શરૂઆત.

વડોદરામાં નશામાંધૂત કાર ચાલકનો કહેરONGC પાસે રીક્ષા-કાર-સ્કૂટરને મારી ટક્કરવડોદરાવડોદરા શહેરના પ્રતાપનગર–બરોડા ડેરી રોડ ...
25/02/2026

વડોદરામાં નશામાંધૂત કાર ચાલકનો કહેર
ONGC પાસે રીક્ષા-કાર-સ્કૂટરને મારી ટક્કર

વડોદરા
વડોદરા શહેરના પ્રતાપનગર–બરોડા ડેરી રોડ પર ONGC નજીક બેફામ કારચાલકે મચાવી તબાહી! નશામાં ધૂત હાલતમાં કાર હંકારી રીક્ષા, કાર અને સ્કૂટરને જોરદાર ટક્કર મારતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા.કારમાંથી દેશી દારૂની બોટલ અને ગ્લાસ મળતા “ડ્રિંક એન્ડ ડ્રાઇવ”ની શક્યતા !
પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ કડક કાર્યવાહી શરૂ કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે .

વોકલ ફોર લોકલનો જુસ્સો..ઘરઆંગણે ઉદ્યોગ, હાથમાં આત્મવિશ્વાસ!વદાણીની બહેનો બન્યાં આત્મનિર્ભર!પાટણનાની બચતથી શરૂ થયેલી સફર ...
25/02/2026

વોકલ ફોર લોકલનો જુસ્સો..
ઘરઆંગણે ઉદ્યોગ, હાથમાં આત્મવિશ્વાસ!
વદાણીની બહેનો બન્યાં આત્મનિર્ભર!

પાટણ
નાની બચતથી શરૂ થયેલી સફર આજે સફળ ગૃહઉદ્યોગ સુધી પહોંચી છે. પાટણ જિલ્લાના વદાણી ગામની નયનાબેન શ્રીમાળીએ સખી મંડળની 15થી 20 બહેનો સાથે મળીને આત્મનિર્ભરતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે.
તેઓ સાબુ,ગુલાબજળ,પર્સ, અને વિવિધ કોસ્મેટિક ઉત્પાદનો બનાવે છે .
“વોકલ ફોર લોકલ”ના મંત્ર સાથે આ બહેનો આત્મનિર્ભર ભારત અભિયાનને મજબૂત બનાવી રહી છે.સરકારી સહાય અને પ્રોત્સાહનથી ગ્રામ્ય મહિલાઓ હવે માત્ર ઘર સુધી સીમિત નથી, પરંતુ પરિવારના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.નયનાબેન શ્રીમાળીની આ સફર અનેક મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહી છે.

શું બોલ્યા ઓપરેશન સિંદૂર પર ટ્રમ્પ?આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ફરી ચર્ચાનો માહોલ ગરમાયોઅમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ભ...
25/02/2026

શું બોલ્યા ઓપરેશન સિંદૂર પર ટ્રમ્પ?
આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ફરી ચર્ચાનો માહોલ ગરમાયો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારત–પાકિસ્તાન વચ્ચે 2025માં થયેલા તણાવ અંગે મોટું નિવેદન આપ્યું છે.
મીડિયા રિપોર્ટ મુજબ ટ્રમ્પે કહ્યું કે ભારતના ઓપરેશન સિંદૂરને રોકવા માટે હસ્તક્ષેપ કરીને 3 કરોડથી વધુ લોકોના જીવ બચાવ્યા છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનના પીએમએ મને કહ્યું હતું કે જો મે હસ્તક્ષેપ ન કર્યો હોત તો 35 મિલિયન લોકો માર્યા ગયા હોત. ભારતે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું.
ટ્રમ્પે વધુ એક ચોંકાવનારો ખુલાસો પણ કર્યો. તેમણે કહ્યું કે તેમણે ઓપરેશન સિંદૂર રોકીને પાકિસ્તાનના પીએમ શહબાજ શરીફનો જીવ બચાવ્યો હતો.આ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ફરી ચર્ચાનો માહોલ ગરમાયો છે.

ટ્રાફિકનો નિયમ તોડ્યો તો હવે સીધી કાર્યવાહી! આજથી રાજ્યભરમાં 15 દિવસની મેગા ટ્રાફિક ડ્રાઇવ શરૂઅમદાવાદગુજરાત રાજ્યમાં વધી...
25/02/2026

ટ્રાફિકનો નિયમ તોડ્યો તો હવે સીધી કાર્યવાહી!
આજથી રાજ્યભરમાં 15 દિવસની મેગા ટ્રાફિક ડ્રાઇવ શરૂ

અમદાવાદ
ગુજરાત રાજ્યમાં વધી રહેલા ગંભીર અકસ્માતોને અટકાવવા હવે પોલીસ એક્શન મોડમાં.! રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ આજથી આગામી 15 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વિશેષ ટ્રાફિક ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.તમામ જિલ્લા પોલીસ વડા અને પોલીસ કમિશનરોને કડક સૂચના આપવામાં આવી છે. નિયમ ભંગ કરનાર સામે હવે કોઈ દયા નહીં – સીધી દંડાત્મક કાર્યવાહી થશે.

ખાસ ચેકિંગ રહેશે:
ઓવરસ્પીડ
હેલ્મેટ વગર ડ્રાઇવિંગ
સીટબેલ્ટ વગર મુસાફરી
ડ્રિંક એન્ડ ડ્રાઇવ
મોબાઈલ પર વાત કરતાં ડ્રાઇવિંગ

રાજ્ય પોલીસ વડાએ સત્તાવાર પત્ર લખી તમામ અધિકારીઓને કડક અમલ માટે આદેશ આપ્યો છે.
નિયમોનું પાલન કરો, સુરક્ષિત રહો અને દંડથી બચો!

રાજકોટમાં ગુનાખોરો પર તંત્રની સર્જિકલ સ્ટ્રાઈક! ગુનેગારો મિલકત પર બુલડોઝર ફેરવી દેવાયું !રાજકોટરાજકોટના સૌથી મોટા ઐતિહાસ...
24/02/2026

રાજકોટમાં ગુનાખોરો પર તંત્રની સર્જિકલ સ્ટ્રાઈક!
ગુનેગારો મિલકત પર બુલડોઝર ફેરવી દેવાયું !

રાજકોટ
રાજકોટના સૌથી મોટા ઐતિહાસિક જંગલેશ્વર ડિમોલીશનના પ્રથમ દિવસે 1134 મકાનો તોડી પડાયા હતા . જયારે આ કામગીરી આજે બીજા દિવસે અવિરત જારી રખાઈ હતી. કુખ્યાત નશાના સોદાગરો અને હિસ્ટ્રીશીટરોની મિલકતની તપાસ કરી બુલડોઝર ફેરવી દેવાયું છે .જંગલેશ્ર્વરમાં ગેરકાયદે ઓરડીઓ ખડકી ભાડાની આવક કરી ગુનાખોરીનું નેટવર્ક ચલાવતા અસામાજિક તત્વોની તંત્રીએ કમર તોડી નાખી છે.

અમદાવાદ સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટની ઐતિહાસિક સિદ્ધિ! 7 બાળકોને મળી નવી જિંદગીઅમદાવાદઅમદાવાદ સિવિલ મેડિસિટી સ્થિત સરકારી...
24/02/2026

અમદાવાદ સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટની ઐતિહાસિક સિદ્ધિ!
7 બાળકોને મળી નવી જિંદગી

અમદાવાદ
અમદાવાદ સિવિલ મેડિસિટી સ્થિત સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટની (Government Spine Institute ) ફરી એકવાર મેડિકલ ઇનોવેશન અને માનવીય સેવાના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે .ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સહયોગથી આયોજિત ‘ઈન્ડો-અમેરિકન સ્પાઇન સર્જરી કેમ્પ’ અંતર્ગત કરોડરજ્જુની અત્યંત જટિલ વિકૃતિ ધરાવતા 7 બાળકોનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું.ઇન્ડો-અમેરિકન ડોક્ટરોની ટીમે અદ્યતન ટેકનોલોજી અને નિષ્ણાત માર્ગદર્શન સાથે આ સર્જરી પાર પાડી, જેના પરિણામે બાળકોને નવી આશા અને નવી મુસ્કાન મળી છે.રાજ્યના આરોગ્ય ક્ષેત્ર માટે ગૌરવની વાત ગણાતી આ સિદ્ધિ માનવીય સેવા અને વૈશ્વિક સહકારનું ઉત્તમ ઉદાહરણ બની છે.

Address

G-101, Shivansh Sharnam, Chanakya Nagari, Kalali
Vadodara
390012

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Headline News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share