24/05/2026
પ્રેમીકાને પામવા માટે બે બાળકો નુ અપહરણ કર્યું પ્રેમીકા સાથે હિરો બનવા જતાં પ્રેમી વિલન બન્યો ,સાબરકાંઠા જિલ્લા ના ઈડર ના આરસોડિયા ગામમાં પ્રેમીકા ને પામવા માટે બે બાળકો નુ અપહરણ કરનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી , આરોપી દેવરાજ સિંહ રાઠોડ નામના શખ્સે બે બાળકો નુ અપહરણ કર્યું હતું જેમાં પ્રેમીકા ના સગા ભાઈ અને ભત્રીજા નુ અપહરણ કર્યું હતું. આરોપીએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે પ્રેમીકા તેની સાથે સંબંધ રાખે અને વાતો કરે એમ કરીને પ્રેમીકાને દબાણમાં લાવવા માટે બ્લેકમેઇલ કરી બાળકોનુ અપહરણ કર્યું હતું હાલ પોલીસે મુખ્ય આરોપી દેવરાજ સિંહ રાઠોડ ની ધરપકડ કરી અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે