Maru Dwarka

Maru Dwarka Maru Dwarka is a Dwarka News Channel. We are happy to keep you update about Devbhumi Dwarka District an

24/08/2026
24/08/2026

પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે પવિત્રા એકાદશી એટલે કે જળઝીલણી એકાદશીની પરંપરાગત શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ અવસરે જગતમંદિરના પટ્ટરાણીવાસમાં બિરાજમાન રાધાકૃષ્ણ મંદિરના બાલસ્વરૂપ ઠાકોરજીએ નગરભ્રમણ કર્યું હતું.....

24/08/2026

નાગેશ્વર મહાદેવના ચરણોમાં રાજકોટ અને મુંબઈ રેલવે વિભાગના અધિકારીઓએ પરિવાર સાથે કર્યો રુદ્રાભિષેક

24/08/2026

દ્વારકાના પવિત્ર નાગેશ્વર જ્યોતિર્લિંગમાં રુદ્રાભિષેકની દિવ્ય અનુભૂતિ....

24/08/2026

🎉 એક ખાસ પ્રસંગ… એક અનોખી સેવા… ❤️🩺

વ્રજ હોસ્પિટલ, દ્વારાના જાણીતા સેવાભાવી ડૉ. સાગર કનાણીના પુત્ર સમૃદ્ધના પ્રથમ જન્મદિવસ નિમિત્તે સમાજના લોકોના આરોગ્યની કાળજીને સમર્પિત નિઃશુલ્ક ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં ખાસ કરીને બીપી અને ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ માટે જરૂરી આરોગ્ય સેવાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ રહેશે.

🩺 કેમ્પમાં મળતી સેવાઓ:
❤️ ECG – નિઃશુલ્ક
🩻 X-Ray – નિઃશુલ્ક
💊 10 દિવસની દવા – નિઃશુલ્ક
👨‍⚕️ જનરલ ફિઝિશિયન દ્વારા તપાસ અને માર્ગદર્શન
🩺 બીપી અને ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ માટે ખાસ સેવા

📅 તારીખ: 26/08/2026, બુધવાર
⏰ સમય: સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી
📍 સ્થળ: વ્રજ હોસ્પિટલ, નાયરા પેટ્રોલ પંપ પાસે રોડ, દ્વારકા – 361335
📞 વધુ માહિતી માટે: 90237 57549

⚠️ નોંધ: કેમ્પનો લાભ લેવા માટે 24/08/2026 સુધી નામ નોંધાવવું જરૂરી છે.
કેમ્પના દિવસે વહેલા તે પહેલા વારો આપવામાં આવશે.

🙏 આપ સ્વયં આ આરોગ્ય સેવાનો લાભ લો અને તમારા પરિવારજનો તથા જરૂરિયાતમંદ લોકો સુધી આ માહિતી જરૂર પહોંચાડો.

❤️ સમૃદ્ધના જન્મદિવસની ખુશીને આરોગ્ય સેવાના સંકલ્પ સાથે ઉજવવાનો આ સુંદર પ્રયાસ — આપ સૌને સાદર આમંત્રણ.

સેવા એ જ સંસ્કાર… આરોગ્ય એ જ ઉપચાર… ❤️

23/08/2026

આવતી કાલે સોમવારે રાત્રે 10:00PM થી 12:00PM ભાવેશભાઇ કે જે પોતાના જન્મ દીને વિશેષ રામધુન શ્રી રામ સંકિર્તન મંદિર માં રાખેલ હોય તો ભાવેશ ભાઇ દ્વારા વિશેષ રામધુન માં રામનામ મંત્ર જાપ કરવા ધર્મ પ્રેમી જનતાને જરૂર થી ભાવભર્યું આમંત્રણ

23/08/2026

આવતીકાલે જીલણા એકાદશીના પવિત્ર દિવસે ભગવાન દ્વારકાધીશના બાલ સ્વરૂપને પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. ત્યારબાદ પાલખી કકરાસ કુંડ ખાતે પહોંચશે, જ્યાં બાલ ગોપાલને સ્નાન કરાવવામાં આવશે....

સૂરજકરાડીમાં દુર્લભ પેગોલિન દેખાતા કુતૂહલ, વનવિભાગે સલામત રીતે રેસ્ક્યુ કર્યુંદ્વારકા: ઓખા નગરપાલિકા ના સૂરજકરાડી શહેરી ...
23/08/2026

સૂરજકરાડીમાં દુર્લભ પેગોલિન દેખાતા કુતૂહલ, વનવિભાગે સલામત રીતે રેસ્ક્યુ કર્યું

દ્વારકા: ઓખા નગરપાલિકા ના સૂરજકરાડી શહેરી વિસ્તારમાં દુર્લભ વન્યજીવ પેગોલિન જોવા મળતાં સ્થાનિકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું. રસ્તા નજીક આવેલા એક મકાનના પરિસરમાં આ પ્રાણી દેખાતા સ્થાનિકોએ તાત્કાલિક વનવિભાગને જાણ કરી હતી.

23/08/2026

ભાતેલ ગામે કૂવામાં મગર જોવા મળતા લોકોમાં કુતુહલ :: સફળ રેસ્ક્યુ બાદ કુદરતી વાતાવરણમાં મુક્ત કરાયો.

23/08/2026

તારીખ 22/07/2026ના રોજ બપોરે 02:30 વાગ્યે ફાયર રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી. રાણેશ્વર ફાટક પાછળ આવેલા 60 ફૂટ ઊંડા કૂવામાંથી કિશોર જીવણભાઈ રાઠોડ (ઉંમર 29 વર્ષ)ને દ્વારકા ફાયર ટીમ દ્વારા સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા.

Address

Mandir Chowk
Dwarka
361335

Alerts

Be the first to know and let us send you an email when Maru Dwarka posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Maru Dwarka:

Shortcuts

Share